DELHI BLAST : ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ PM MODIનો માન્યો આભાર

DELHI બ્લાસ્ટ મામલે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને ફોન કરીને કહ્યું કે ગત અઠવાડિયે થયેલા બ્લાસ્ટ બાદ એમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતમાં ઇઝરાયેલ અને યહુદીઓ સુરક્ષિત છે.

DELHI BLAST : ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ PM MODIનો માન્યો આભાર
Benjamin Netanyahu & Narendra Modi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 8:52 PM

DELHI માં  ઇઝરાયેલ દૂતાવાસ (Israel Embassy) પાસે થયેલા IED બ્લાસ્ટ બાદ ઇઝરાયેલના રાજનાયિકોને સુરક્ષિત રાખવા બદલ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. ગત 29 જાન્યુઆરીને શુક્રવારના દિવસે દિલ્હીમાં અપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઇઝરાયેલ દુતાવાસ પાસે IED બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ઇઝરાયેલ દૂતાવાસની તેમજ દુતાવાસના અધિકારીઓને સુરક્ષિત રાખવા બદલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)એ પણ ફરી વાર ભારપૂર્વક એમને આશ્વાસન આપ્યું કે ભારત આતંકવાદ સામેની લડાઈમાં ઇઝરાયેલ સાથે સહયોગ ચાલુ રાખશે. વડાપ્રધાન મોદીએ આ બ્લાસ્ટની નિંદા કરી હતી અને કહ્યું કે ભારત સરકાર આ બ્લાસ્ટમાં સંડોવાયેલા આતંકીઓને શોધવા અને એમને દંડિત કરવા માટે તમામ સંસાધનો લગાવી દેશે. વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે ગત અઠવાડિયે થયેલા બ્લાસ્ટ બાદ એમને ભારતીય અધિકારીઓ પણ પૂર્ણ વિશ્વાસ છે કે ભારતમાં ઇઝરાયેલ અને યહુદીઓ સુરક્ષિત છે.