ચીનને ભોયભેગુ કરવા ભારત, રશિયા પાસેથી મિગ-29, સુખોઈ સહીતના 33 વિમાનો ખરીદશે

|

Jul 02, 2020 | 12:17 PM

છેલ્લા કેટલાક સમયથી ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદની વચ્ચે ભારત, રશિયા પાસેથી મિગ 21, સુખોઈ સહીતના 33 લડાકુ વિમાન ખરીદીને વાયુસેનાને વધુ મજબૂત કરશે. રક્ષા મંત્રાલયે રશિયા પાસેથી આધુનિક લડાકુ વિમાન ખરીદવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. રશિયા પાસેથી ખરીદવામાં આવનારા 33 વિમાનોમાં, 21 મિગ-29 એસ, 12 સુખોઈ એમકેઆઈએસનો સમાવેશ થાય છે. આ […]

ચીનને ભોયભેગુ કરવા ભારત, રશિયા પાસેથી મિગ-29, સુખોઈ સહીતના 33 વિમાનો ખરીદશે

Follow us on

છેલ્લા કેટલાક સમયથી ચીન સાથે ચાલી રહેલા સરહદી વિવાદની વચ્ચે ભારત, રશિયા પાસેથી મિગ 21, સુખોઈ સહીતના 33 લડાકુ વિમાન ખરીદીને વાયુસેનાને વધુ મજબૂત કરશે. રક્ષા મંત્રાલયે રશિયા પાસેથી આધુનિક લડાકુ વિમાન ખરીદવા માટેની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. રશિયા પાસેથી ખરીદવામાં આવનારા 33 વિમાનોમાં, 21 મિગ-29 એસ, 12 સુખોઈ એમકેઆઈએસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 59 વર્તમાન મિગ 21 એસને જરૂરી સુધારા વધારા સાથે અત્યાધુનિક કરાશે. જેના માટે રૂ. 18148 કરોડ રૂપિયાનો ખર્ચ ભારત કરશે. રક્ષા મંત્રાલયે સૈન્ય માટે શસ્ત્ર સરંજામ ખરીદવા કુલ 38900 કરોડની વિવિધ દરખાસ્તોને મજૂરી આપી છે. જેમાથી 31130 કરોડ ભારતીય ઉદ્યોગો પાસેથી ખરીદી કરવામાં આવશે.
રક્ષા મંત્રાલયે, ભારતીય વાયુસેના અને નૌસેના માટે 248 એસ્ટ્રા બિયોન્ડ વિઝ્યુલ્સ એર એર ટુ એર મિસાઈલની પણ ખરીદી કરવા મંજૂરી આપી દીધી છે. તો ડીઆરડીઓ દ્વારા 1000 કિલોમીટરની રેજમાં હુમલો કરી શકે તેવી ક્રુજ મિસાઈલની ડીઝાઈન માટે મંજૂરી આપી દેવાઈ છે. ચીન સાથે સીમા વિવાદ વકર્યા બાદ વાયુસેનાએ લડાકુ વિમાનો ખરીદવા માટેની દરખાસ્ત રક્ષા મંત્રાલયને કરી હતી. આ મહિને ફ્રાંસ ભારતને 6 રાફેલ વિમાનો પણ આપી રહ્યું છે. આ સંજોગોમાં ચીન સાથેની દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલી સરહદી સિમા ઉપર ભૂમિદળની સાથેસાથે વાયુસેના સતત નજર રાખવાની સાથેસાથે દુશ્મનોનો ખાત્મો પણ બોલાવી શકશે.

Next Article