Corona Vaccine : ભારતીયો માટે ખુશખબર, WHO બાદ હવે બ્રિટને પણ Covaxin ને આપી માન્યતા

WHO તરફથી Covaxin ને મંજૂરી મળ્યા બાદ હવે બ્રિટને પણ તેને માન્યતા આપી છે અને નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે 22 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યાથી કોવેક્સિન લેનાર લોકોને પણ બ્રિટનની સરહદમાં વેક્સિનેટેડ માનવામાં આવશે.

Corona Vaccine : ભારતીયો માટે ખુશખબર, WHO બાદ હવે બ્રિટને પણ Covaxin ને આપી માન્યતા
Covaxin - File Photo
| Edited By: | Updated on: Nov 09, 2021 | 7:30 AM

ભારતની સ્વદેશી રીતે વિકસિત એન્ટી-કોવિડ રસી Covaxin ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા મંજૂરી મળ્યા બાદ વિશ્વના ઘણા દેશોએ તેના ઉપયોગને માન્યતા આપી છે. જેનું પરિણામ એ આવશે કે Covaxin ના બંને ડોઝ લીધા છે હવે તે લોકોને કેટલાક દેશોમાં વિદેશ પ્રવાસની મંજૂરી આપવામાં આવી છે. Covaxin હવે વિશ્વની આઠ એન્ટિ-કોવિડ રસીઓ પૈકી એક છે, જેને WHO દ્વારા માન્યતા આપવામાં આવી છે.

WHO તરફથી ઇમરજન્સી ઉપયોગ માટે Covaxinની મંજૂરી મળ્યા બાદ હવે બ્રિટને પણ તેને માન્યતા આપી છે અને તેને ધ્યાનમાં રાખીને નવી ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે 22 નવેમ્બરના રોજ સવારે 4 વાગ્યાથી કોવેક્સિન લેનાર લોકોને પણ બ્રિટનની સરહદમાં વેક્સિનેટેડ માનવામાં આવશે.

પ્રવાસીઓએ WHO એ ઇમરજન્સી યુઝ લિસ્ટ (WHO) પર સૂચિબદ્ધ કરેલી કોઈપણ વેક્સિનના પુરા ડોઝ લેનારને ફૂલી વેક્સિનેટેડ ગણવામાં આવશે. બ્રિટને હવે ચીનના સિનોવાક, સિનોફાર્મ તેમજ કોવેક્સિનને તેની માન્ય રસીઓની યાદીમાં સામેલ કરવાનું કહ્યું છે.

ઘણા દેશોએ Covaxin ને માન્યતા આપી છે
WHOએ લાંબા વિચાર-વિમર્શ અને પ્રક્રિયાઓ પછી ગયા અઠવાડિયે Covaxinને મંજૂરી આપી હતી. ત્યારબાદ વિશ્વના અન્ય ઘણા દેશોએ પણ તેને માન્યતા આપી છે. અત્યાર સુધીમાં બ્રિટન સહિત વિશ્વના 17 દેશોએ ભારતની સંપૂર્ણ સ્વદેશી કોરોના રસી કોવેક્સિનને માન્યતા આપી છે.

ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, ઓમાન, ફિલિપાઈન્સ, નેપાળ, મેક્સિકો, ઈરાન, શ્રીલંકા, ગ્રીસ, એસ્ટોનિયા અને ઝિમ્બાબ્વે તેને પહેલાથી જ માન્યતા આપી ચૂક્યા છે. યુએસએ એવા લોકોને પણ 8 નવેમ્બરથી તેમના દેશમાં મુસાફરી કરવાની મંજૂરી આપી છે જેમણે કોવેક્સિનનો સંપૂર્ણ ડોઝ લીધો છે.

WHOએ અગાઉ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડ રસીને માન્યતા આપી હતી. આ વેક્સિન ભારતમાં બ્રિટનના ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગથી બનાવવામાં આવી હતી, જ્યારે ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનને દેશની સંપૂર્ણ સ્વદેશી એન્ટિ-કોવિડ રસી તરીકે ઓળખવામાં આવે છે.

ડબ્લ્યુએચઓ સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા કોવેક્સિનને માન્યતા મળ્યા બાદ વિદેશ પ્રવાસ કરનારા લોકોની સંખ્યામાં વધારો થવાનો અંદાજ છે. દરમિયાન, કોવેક્સિનને વિશ્વના વધુને વધુ દેશો દ્વારા માન્યતા મળે તે માટે રાજદ્વારી સ્તરે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. WHOએ મંજૂર કરેલી 8 કોરોના રસીમાં મોડર્ના, ફાઈઝર-બાયોએનટેક, જોન્સન એન્ડ જોન્સન, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા, કોવિશિલ્ડ, સિનોફાર્મ, સિનોવાક અને કોવેક્સિનનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો : ભોપાલઃ કમલા નેહરુ હોસ્પિટલના બાળકોના વોર્ડમાં આગ લાગતા 4 બાળકોના મોત, મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા

આ પણ વાંચો : China news : ચીને એવા શું કાંડ કર્યા કે બધા જ દેશની નજર તેના પર છે, શી જિનપિંગના પ્લાનથી થર-થર કાંપે છે દુનિયા