લંડનમાં મેયર પદને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, ભારતીય મૂળના તરુણ ગુલાટીનું પલડું ભારે

|

Nov 10, 2023 | 7:29 PM

લંડનના બિઝનેસમેન તરુણ ગુલાટીએ મે 2024ની મેયરની ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. આ દાવામાં તરુણ ગુલાટીએ આશા વ્યક્ત કરી છે કે તેઓ લંડનના આગામી મેયર બની શકે છે. 63 વર્ષીય ગુલાટી ગયા મહિને તેમના વતન ભારત આવ્યા હતા. ત્યારે તેમણે લંડનના મેયર પદ માટે દાવેદારી જાહેર કરી હતી.

લંડનમાં મેયર પદને લઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, ભારતીય મૂળના તરુણ ગુલાટીનું પલડું ભારે
London

Follow us on

લંડનમાં મેયર પદ માટે ભારતીય અને પાકિસ્તાની મૂળના બે ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર થવા જઈ રહી છે. જેમાં ભારતીય મૂળના તરુણ ગુલાટી લંડનના આગામી મેયર બની શકે છે. ગુલાટીની સ્પર્ધા પાકિસ્તાની મૂળના સાદિક ખાન સાથે છે. જો કે આ સ્પર્ધામાં ભારતનું પલડું ભારે હોય તેવું લાગી રહ્યું છે. બ્રિટનના હાલના વડાપ્રધાન ભારતીય મૂળના ઋષિ સુનક છે. હવે ભારતીય મૂળના ઉમેદવાર પણ લંડનના મેયર પદ માટે ચૂંટાઈ શકે છે.

લંડનના બિઝનેસમેન તરુણ ગુલાટીએ મે 2024ની મેયરની ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. આ દાવામાં તરુણ ગુલાટીએ આશા વ્યક્ત કરી છે કે તેઓ લંડનના આગામી મેયર બની શકે છે. 63 વર્ષીય ગુલાટી ગયા મહિને તેમના વતન ભારત આવ્યા હતા. ત્યારે તેમણે લંડનના મેયર પદ માટે દાવેદારી જાહેર કરી હતી. સાદિક ખાન હાલમાં લંડનના મેયર છે.

પાકિસ્તાની મૂળના સાદિક ખાન સાથે સ્પર્ધા થશે

તરુણ ગુલાટીની પાકિસ્તાની મૂળના સાદિક ખાન સાથે ટક્કર થશે. તરુણ ગુલાટીએ કહ્યું કે તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે લંડન વિશ્વનું ટોચનું વૈશ્વિક શહેર બની રહે. એક શહેર જ્યાં લોકો સુરક્ષિત છે, જ્યાં લોકો સુરક્ષિત અનુભવે છે અને જ્યાં પ્રગતિની તકો છે. તરુણ ગુલાટીએ કહ્યું કે લંડનમાં નીચલા અને મધ્યમ વર્ગના લોકો માટે ઘણું કરવાની જરૂર છે. ગુલાટીએ આશા વ્યક્ત કરી હતી કે તેમણે રજૂ કરેલા વિચારો મતદારોને ગમશે.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

આ પણ વાંચો દિલ્હીમાં ભારત-અમેરિકાના પ્રધાનો વચ્ચે યોજાઈ ટૂ પ્લસ ટૂ બેઠક, ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

તરુણ ગુલાટીએ કહ્યું કે લંડનના મેયર તરીકે તેઓ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે લંડનમાં રહેતા વિવિધ દેશોના લોકોમાં એકતા રહે અને લોકો વચ્ચેના સંબંધો સારા હોવા જોઈએ. આ ઉપરાંત લોકોને મકાનો આપવા તેમની પ્રાથમિકતા રહેશે. ગુલાટી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. લેબર પાર્ટી તરફથી સાદિક ખાન અને કન્ઝર્વેટિવ પાર્ટી તરફથી સુઝાન હિલ ચૂંટણી લડશે. જો સુઝાન હિલ ચૂંટણી જીતશે તો તે લંડનની પ્રથમ મહિલા મેયર બનશે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article