રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) ચીન અને તાઈવાનમાં પણ આની અટકળો વધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીને તાઈવાન પર 500 કિલોનો બોમ્બ ફેંક્યો છે. મળતી માહિતી મુજબ ચીને GL-10 ફાઈટર જેટ વડે બોમ્બ ફેંક્યો છે. યુદ્ધની શક્યતા ઘણા સમયથી વ્યક્ત કરવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાઈવાન પર હુમલાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ અંગે હવે અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે, તાઈવાન પર ચીનના હુમલા બાદ અમેરિકા તાઈવાનને સંપૂર્ણ સહયોગ કરશે અને શક્ય તમામ મદદ કરશે.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝેદ તરારએ કહ્યું કે, તે સ્પષ્ટ છે કે અમેરિકા ચીનને યુદ્ધ માટે કોઈપણ રીતે સહયોગ કરશે નહીં. જો યુદ્ધ થશે તો અમેરિકા તાઈવાન સાથે ઉભું રહેશે. તે જ સમયે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકાએ કહ્યું કે, અમે ક્યારેય ભારત પર રશિયા પર પ્રતિબંધ લાદવાનું દબાણ કર્યું નથી. અમેરિકા અને ભારતની મિત્રતા ખૂબ જ મજબૂત છે. અમે સાથે મળીને કામ કરીએ છીએ. પ્રવક્તા જેડ તરારે કહ્યું કે, યુક્રેનમાં જે પણ થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે. યુદ્ધગ્રસ્ત દેશમાં રશિયાની ચાલી રહેલી આક્રમકતા હવે ખતમ થવી જોઈએ.
તરારએ કહ્યું કે, અમેરિકાના ભારત સાથે ઘણા સારા સંબંધો છે. અમે ક્યારેય નથી કહ્યું કે, ભારતે રશિયા પાસેથી ઊર્જાની આયાત બંધ કરવી પડશે. રશિયા વિશ્વસનીય ભાગીદાર ન હોવા છતાં, પુતિન પર વધુ વિશ્વાસ કરી શકાય નહીં. પ્રવક્તાએ કહ્યું, અમે અમારા સહયોગીઓ પર દબાણ નથી બનાવી રહ્યા. અમે ફક્ત રશિયા પર દબાણ લાવવા માંગીએ છીએ, જેથી તે યુક્રેનમાં તેની કાર્યવાહી તરત જ બંધ કરે. તેમણે કહ્યું કે, અમેરિકાની નીતિ અન્ય દેશોથી ઘણી અલગ છે. અમે કોઈના પર દબાણ નથી કરી રહ્યા.
આ પણ વાંચો: KVS Admission 2022: દિલ્હી હાઈકોર્ટે KVSમાં પ્રવેશની વય મર્યાદાને પડકારતી અરજીને ફગાવી દીધી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-