China Nepal Intrusion: રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, નેપાળ સરકારે પહેલીવાર સ્વીકાર્યું કે, ચીન સતત જમીન પર કરી રહ્યું છે અતિક્રમણ

|

Feb 09, 2022 | 2:20 PM

નેપાળ સરકારે પોતાના એક રિપોર્ટમાં ચીન પર બંને દેશોની સરહદને અડીને આવેલા વિસ્તારો પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે.

China Nepal Intrusion: રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, નેપાળ સરકારે પહેલીવાર સ્વીકાર્યું કે, ચીન સતત જમીન પર કરી રહ્યું છે અતિક્રમણ
ફાઈલ ફોટો

Follow us on

નેપાળ સરકારે (Nepal Government) પોતાના એક રિપોર્ટમાં ચીન પર બંને દેશોની સરહદને અડીને આવેલા વિસ્તારો પર કબજો કરવાનો આરોપ લગાવ્યો છે. આ રિપોર્ટમાં ખુલાસો એટલો મોટો છે કારણ કે, હવે નેપાળ સરકારે પોતે પહેલીવાર સ્વીકાર્યું છે કે, ચીન તેમના વિસ્તારોમાં ઘૂસણખોરી (China Intrusion in Nepal) કરી રહ્યું છે અને તેમને પોતાના ક્ષેત્રમાં સામેલ કરી રહ્યું છે. આ રિપોર્ટ ગયા વર્ષના સપ્ટેમ્બરના દાવાઓમાંથી તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીન પશ્ચિમ નેપાળના હુમલા (Humla District) જિલ્લા પર કબજો કરી રહ્યું છે. જ્યારે ચીને અતિક્રમણના દાવાને નકારી કાઢ્યા છે.

નેપાળ સરકારનો આ અહેવાલ બીબીસીને મળ્યો છે. આનાથી કાઠમંડુના બેઇજિંગ સાથેના સંબંધોમાં તિરાડ આવવાની શક્યતા છે. નેપાળ અને ચીન વચ્ચેની સરહદ લગભગ 1400 કિમી લાંબી છે અને 1960ના દાયકાની શરૂઆતમાં બંને દેશો વચ્ચે થયેલી સંધિઓ દ્વારા નક્કી કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, ‘જ્યારે સંભવિત ચીનના અતિક્રમણના અહેવાલો આવ્યા, ત્યારે નેપાળ સરકારે હુમલા ખાતે ટાસ્ક ફોર્સ મોકલવાનો નિર્ણય કર્યો. કેટલાક દાવો કરે છે કે, ચીને નેપાળની સરહદ પર ઘણી ઇમારતો બનાવી છે. આ ટીમમાં પોલીસ અને સરકારના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ચીન નેપાળની જાસૂસી કરી રહ્યું છે

બીબીસીને મળેલા અહેવાલ મુજબ, ટીમને જાણવા મળ્યું છે કે, ચીનના સુરક્ષા દળો નેપાળમાં જાસૂસી કરી રહ્યા છે. આ સૈનિકોએ નેપાળી લોકોને લાલુંગજોંગ નામના સ્થળે પૂજા કરતા અટકાવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ વિસ્તાર પરંપરાગત રીતે યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. કારણ કે તે ચીનમાં બોર્ડર પર કૈલાશ પર્વતની પાસે સ્થિત છે. જે હિંદુ અને બૌદ્ધ બંને ધર્મના લોકો માટે પવિત્ર સ્થળ છે.’ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીને નેપાળના ખેડૂતોને આ વિસ્તારમાં ચરતા અટકાવ્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ચીને રોડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ જ વિસ્તારમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ચીન સરહદ પર જ નેપાળની જમીન પર એક સરહદ સ્તંભ અને નહેર અને રોડની આસપાસ વાડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળની આ હાલત પાછળ ઘણી હદ સુધી ત્યાંની સરકાર જવાબદાર છે. તમને જણાવી દઈએ કે, દેશના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને ચીન તરફી માનવામાં આવે છે.

પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ચીનને અતિક્રમણ કરતા ક્યારેય રોક્યું નથી, જ્યારે તે સમયે પણ આવા ઘણા અહેવાલો આવ્યા હતા અને કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થયા હતા. આ કારણસર ચીને નેપાળની પીઠમાં છરો ભોંક્યો છે. જ્યારે ઓલી ભારત પર અતિક્રમણનો આરોપ લગાવતા રહ્યા. તે જ સમયે, હવે અહીંના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા છે, જેઓ ઓલીની જેમ ચીનની પૂજા નથી કરતા. આ જ કારણ છે કે તેમના કાર્યકાળ દરમિયાન આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Maharashtra: મુંબઈમાં 90 વર્ષના વૃદ્ધે બીમાર પત્ની અને દીકરીની હત્યા કરી, બીજી દીકરીને ફોન કરી કહ્યું, ‘મેં તારી માતા અને બહેનને મારી નાખ્યા’

આ પણ વાંચો: NEET PG 2022: NEET PG ઈન્ટર્નશિપની સમયમર્યાદા વધારવાની અરજી પર સુનાવણી, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ઉમેદવારોએ કેન્દ્રમાં પાસે જવું જોઈએ’

Next Article