ભૂટાનમાં 166 ઇમારતો અને રસ્તાઓ બનાવી રહ્યુ છે ચીન, ડોકલામ નજીક આખું ગામ વસાવવાનો છે પ્લાન

|

Jan 14, 2022 | 2:47 PM

ચીન તેની હરકતોથી બાજ નથી આવી રહ્યુ. હવે તે ભૂટાનમાં ઈમારતો અને રસ્તાઓ બનાવી રહ્યુ છે. સેટેલાઇટ તસવીરોમાં આ વાત સામે આવી છે.

ભૂટાનમાં 166 ઇમારતો અને રસ્તાઓ બનાવી રહ્યુ છે ચીન, ડોકલામ નજીક આખું ગામ વસાવવાનો છે પ્લાન
China is building 166 buildings and roads in Bhutan (Image -@detresfa_)

Follow us on

ભારત માટે જોખમકારક સમાચાર સામે આવ્યા છે (China Bhutan Village). ચીન ભૂટાનના વિવાદિત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગામડાઓ બનાવી રહ્યું છે. આ સ્થળ ટ્રાંઇજંક્શન ડોકલામ ઉચ્ચપ્રદેશ (China-Bhutan Border) થી માત્ર 30 કિલોમીટર દૂર સ્થિત છે. IANS એ સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. સેટેલાઇટ તસવીરો સામે આવી છે કે ચીન અહીં બાંધકામનું કામ કરી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે ભૂતાનની સીમા પર બની રહેલા ચીની ગામડાઓનો ઉપયોગ નાગરિક આવાસ અને લશ્કરી કામગીરી બંને માટે કરવામાં આવશે.

ડોકલામનો આ વિસ્તાર વર્ષ 2017માં સમાચારોમાં આવ્યો હતો. ત્યારબાદ ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) વચ્ચે 70 વર્ષ પછી વિવાદ થયો. ભારતીય સેનાના જડબાતોડ જવાબ બાદ આખરે ચીનની સેનાને અહીંથી પીછેહઠ કરવી પડી હતી. ચીન અહીં રોડ બનાવવાની કોશિશ કરી રહ્યું હતું પરંતુ ભારતે તેને અટકાવી દીધું. પરંતુ હવે તે ભૂટાનના પ્રદેશમાં 166 ઈમારતો અને રસ્તાઓ બનાવી રહ્યો છે.

આ દર્શાવે છે કે ડોકલામ વિવાદ બાદ ચીને પોતાની રણનીતિ બદલી છે. હવે તે એવી જગ્યાઓ પર બાંધકામ કરી રહ્યો છે જે ભારતની નજીક છે પરંતુ ત્યાં ભારતની હાજરી નથી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ડોકલામ એ ભારત, ચીન અને ભૂતાન વચ્ચે આવેલ 100 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. ઉચ્ચપ્રદેશ તિબેટની ચુમ્બી ખીણ, ભૂતાનની હા વેલી અને ભારતના સિક્કિમથી ઘેરાયેલો છે. વર્ષ 2017માં જ્યારે ચીન ડોકલામમાં બાંધકામનું કામ કરી રહ્યું હતું ત્યારે ભારતે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ચીને દાવો કર્યો હતો કે તેનો ભૂટાન સાથે સીમા વિવાદ છે અને ભારત તેનો દાવો કરતું નથી.

જોકે ભારત હજુ પણ પોતાની વાત પર અડગ છે. આ વિવાદ 73 દિવસ સુધી ચાલ્યો. ચીને કહ્યું હતું કે તે પોતાના વિસ્તારમાં રોડ બનાવી રહ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીન અને ભૂટાને પણ સરહદી વિવાદના સમાધાન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.

ભૂટાન અને ચીન વચ્ચે વર્ષ 1984માં સરહદ વિવાદને લઈને વાતચીત શરૂ થઈ હતી. બંને પક્ષો વચ્ચે 24 રાઉન્ડની વાતચીત અને 10 નિષ્ણાંત સ્તરની બેઠકો થઈ હતી. એકબીજાને સમજવા માટે શરૂ થયેલા સંવાદ દરમિયાન, 1988માં સીમા મુદ્દાના ઉકેલ માટે માર્ગદર્શક સિદ્ધાંતો અને ભૂટાન સાથે શાંતિ અને યથાસ્થિતિની જાળવણી પર 1998નો કરાર થયો હતો. જો કે ભૂટાને ચીન પર ઘણી વખત પોતાના ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો આરોપ લગાવ્યો છે.

 

આ પણ વાંચો –

S-400 મિસાઇલ સિસ્ટમની ખરીદી મામલે અમેરિકી પ્રતિબંધોથી બચી શકે છે ભારત, રાષ્ટ્રપતિ જો બાઇડના સહયોગીએ આપ્યો આ સંકેત

આ પણ વાંચો –

Boris Johnson ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના ઋષિ સુનક બની શકે છે બ્રિટનના નવા PM

Next Article