China: ચાર વ્યક્તિઓ એરપોર્ટ ચાર્જથી બચવા ખાઇ ગયા 30 કિલો સંતરા!

|

Feb 01, 2021 | 4:47 PM

China માં એરપોર્ટ ફીથી બચવા માટે 4 લોકો 30 કિલો સંતરા ખાઇ ગયા. સંતરા ખાધા પછી તમામ લોકોની હાલત ખરાબ થઇ.

China: ચાર વ્યક્તિઓ એરપોર્ટ ચાર્જથી બચવા ખાઇ ગયા 30 કિલો સંતરા!
Oranges

Follow us on

Chinaમાં એરપોર્ટ ફીથી બચવા માટે 4 લોકો 30 કિલો સંતરા ખાઇ ગયા. સંતરા ખાતા તો ખવાઇ ગયા પણ સંતરા ખાધા પછી તમામ લોકોની હાલત ખરાબ થઇ ગઇ, તેમના મોંઢામાં છાલા પડી ગયા. ચીનના યુનાનમાં કેન્મુર્ગ ચૈંગશુઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર લોકોએ  નિર્ણય લીધો કે તેઓ 30 કિલો સંતરા અંદર-અંદર વહેંચીને ખાઇ લેશે કારણકે તેઓ સંતરાના 3400 રુપિયા ચાર્જથી બચવા ઇચ્છતા હતા.

ચીનના એક સમાચાર પત્રમાં છપાયેલી ખબર અનુસાર આ ચાર યાત્રીઓ સંતરાનો ચાર્જ એટલા માટે આપવા નહોતા ઇચ્છતા કારણકે સંતરાનો ફ્લાઇટ ચાર્જ સંતરાની કિંમત કરતા છ ગણો હતો. જેથી આ તમામ 4 યાત્રીઓએ સંતરા ખાઇને એરપોર્ટ પર જ પતાવી દેવાનો નિર્ણય લીધો. જો કે આ સંતરા ખાવા તેમને મોંઘા પડ્યા કારણ કે સંતરા ખાવાથી તેમના મોંઢામાં છાલા પડી ગયા.

Published On - 4:45 pm, Mon, 1 February 21

Next Article