
જો કે કોરોનાની અસર દુનિયાભરના દેશો પર છે, પરંતુ ચીન તેનાથી વધુ પ્રભાવિત થયું છે. જેના કારણે અહીં બેરોજગારી ચરમસીમાએ છે. ત્યારે સ્થિતિ હવે એવી છે કે અહીં મંદિરમાં દર્શન કરવા આવનાર લોકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમાં સૌથી વધુ યુવાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે બેરોજગારીથી પરેશાન યુવાનો શાંતિ મેળવવા માટે મંદિરના આશ્રયમાં જઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોનાએ જે રીતે તબાહી મચાવી છે, તેણે ચીનની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. હાલમાં 1.16 કરોડ ગ્રેજ્યુએટ યુવાનો અહીં નોકરી માટે ભટકી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ટેક્નોલોજી અને એજ્યુકેશન સેક્ટર પર ઘણા નિયંત્રણો લગાવ્યા છે.
રોયટર્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, જો વર્ષ 2022ની સરખામણી કરવામાં આવે તો બેરોજગારી આ વર્ષે ઘણાી વધી ગઈ છે ત્યારે શાંતી મેળવા ચીનમાં મંદિરોમાં જનારા લોકોની સંખ્યામાં 310 ટકા સુધીનો વધારો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના લોકો એવા છે જેમનો જન્મ 1990 પછી થયો હતો, એટલે કે તે યુવાનો છે જે મંદિરોમાં શાંતિની શોધમાં ભટકી રહ્યા છે.
બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ તરફથી મળેલી માહિતી અનુસાર, શહેરી યુવાનોનો બેરોજગારી દર ફેબ્રુઆરીમાં 18.1 ટકા હતો, જે માર્ચમાં વધીને 19.6 ટકા થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જુલાઈમાં બેરોજગારીનો દર રેકોર્ડ 19.9 ટકા સુધી નોંધાયો હતો. બેરોજગારીથી પરેશાન, માસ્ટર ડિગ્રી ધરાવતા 70 હજાર યુવાનોએ વર્ષ 2021માં ભોજન પણ વહેંચ્યું હતું.
તે જ સમયે, સરકાર આ અંગે કડક પગલાં લઈ રહી છે. જણાવી દઈએ કે 2023 માટે 1 કરોડ 20 લાખ નોકરીઓનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે ગયા વર્ષ કરતા 10 લાખ વધુ છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2023માં કોવિડના નિયમોમાં છૂટછાટ અને પ્રતિબંધો હટ્યા બાદ કેટલાક સુધારાની આશા છે. જોકે કેટરિંગ અને ટ્રાવેલ સેક્ટર હજુ પણ મંદીમાંથી બહાર આવી શક્યા નથી.
તે જ સમયે, યુવાનો મીમ્સ દ્વારા બેરોજગારીનો વિરોધ કરી રહ્યા છે અને તેમની ડિગ્રીની મજાક પણ ઉડાવી રહ્યા છે. યુવાનોએ બેરોજગારી માટે સરકાર પર સીધું નિશાન સાધ્યું અને આક્ષેપ કર્યો. તે જ સમયે, જિનપિંગ સરકારે તાત્કાલિક અસરથી કોંગ યીજી હેશટેગ સહિતના મીમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…