Atacama Desert: રણમાંથી બહાર આવ્યું 3000 વર્ષ જૂનું રહસ્ય, જાણો એ સૌથી ખુની સ્ટોરીની સચ્ચાઈ

|

Sep 01, 2021 | 6:17 PM

Atacama Desert: વૈજ્ઞાનિકોએ ચિલીના અટાકામા રણ પર એક સંશોધન કર્યું છે. જેના કારણે આશ્ચર્યજનક ઘટસ્ફોટ થયા છે. આ સંશોધનમાં રણમાં મળી આવેલા હાડપિંજરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Atacama Desert: રણમાંથી બહાર આવ્યું 3000 વર્ષ જૂનું રહસ્ય, જાણો એ સૌથી ખુની સ્ટોરીની સચ્ચાઈ
Chile atacama desert

Follow us on

Atacama Desert Was Hotbed of Murderous Violence: દક્ષિણ અમેરિકા દેશમાં ચિલીનું અટાકામા રણ (Atacama Desert) પર થયેલું સંશોધન (Research) હાલ ચર્ચામાં છે. જેના કારણે તે 3000 વર્ષ જૂનું રહસ્ય સામે આવ્યું છે. જેને સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. સંશોધન પરથી ખબર પડી છે કે આ સ્થળ હિંસાનું કેન્દ્ર હતું. જ્યાં દર 10 માંથી એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. આ સંશોધન ચિલીની તારાપાકા યુનિવર્સિટીના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું છે.

આ માટે તેમણે રણમાં મળી આવેલા આશરે 200 હાડપિંજરનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે માળીઓને નિયમિતપણે મારવામાં આવતા હતા. વિશ્લેષણ કરાયેલા 194 હાડપિંજરોમાંથી 40ની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. જે પુરાવા મળ્યા છે તે દર્શાવે છે કે 26 ટકા પુરુષો અને 15 ટકા મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. કેટલાક હુમલા પોઇન્ટેડ લાકડી દ્વારા કરવામાં આવ્યા હતા.

જે એટલા જીવલેણ હતા કે મગજનો ભાગ શરીરમાંથી બહાર પડતો હતો. જ્યારે ઘણા લોકોના ચહેરાના હાડકાં તૂટવાના કારણે મૃત્યુ પામ્યા હતા. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે શરીરના દરેક ભાગને ફટકારવાથી લોકો માર્યા ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

અહીં આટલી બધી હિંસા કેમ થઈ?
અટાકામા રણમાં આ હિંસા શા માટે થઈ તે વિશે કશું સ્પષ્ટપણે જાણી શકાયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તેની પાછળનું કારણ રણમાં મર્યાદિત સંસાધનોની હાજરી અને ઓછી રહેવાની જગ્યા હતી. અટાકામા પ્રાચીન ભૂમિ સ્વરૂપોનું સ્થળ પણ છે જે લાલામા, ગરોળી અને માછલીને દર્શાવે છે.

જે રણના ઉત્તરપૂર્વમાં સ્થિત છે અને લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે. અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે, રણની ગરમી અને શુષ્કતાને કારણે હાડપિંજરને સારી રીતે રહ્યા છે.

રણ દેખાવમાં મંગળ જેવું છે
વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું હતું કે સંભવ છે કે આ હિંસા સ્થાનિક જૂથો વચ્ચે સામાજિક અને પર્યાવરણીય અવરોધોને કારણે થઈ હતી. બીજી બાજુ, જો આપણે આજના અટાકામા રણની વાત કરીએ તો તેની હાલત કંઈક અંશે મંગળ જેવી છે. ત્યાં લાલ રંગની માટી, કાળા રંગની જ્વાળામુખી રેતીથી બનેલી લાવા અને સૂકી ઊંડી ખીણો છે.

ચિલીનું યુંજે નગર પણ આ રણની નજીક આવેલું છે. આ સ્થળની ગણતરી વિશ્વના સૌથી શુષ્ક સ્થળોમાં થાય છે. અહીં દાયકાઓથી વરસાદનું એક ટીપું પણ પડતું નથી. જેના કારણે અહીંની માટી ખૂબ સૂકી છે.

આ પણ વાંચો : Fisherman : માછીમારની જાળમાં એવું તે શું ફસાયું કે રાતોરાત બની ગયો કરોડપતિ !

આ પણ વાંચો : અત્યંત ફાયદાકારક : આ 5 છોડથી દૂર ભાગે છે મચ્છર, નથી સહન કરી શકતા તેની સુગંધ

Next Article