ચીટર ચીનની પડતી ચાલુ, ચીની ટેક કંપની હુઆવેઈને બ્રિટને કરી બેન, કંપનીનાં 5-જી નેટવર્ક પર સાત વર્ષનો પ્રતિબંધ

|

Jul 14, 2020 | 4:02 PM

ભારતમાં સીમા વિવાદને લઈ ચીનનાં સામાનનો વિરોધ અને તેના પર લાગેલા પ્રતિબંધ વચ્ચે હવે ચીનને બ્રિટેન તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. હોંગકોંગ સાથે ચીનનો તણાવ યથાવત છે ત્યારે અમેરિકા પછી બ્રિટેને પણ ચીની ટેલીકોમ કંપની હુઓવેઈને 5-જી નેટવર્ક બનાવવાને લઈને બેન કરી દીધી છે. બ્રિટનની સરકારે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યો છે કે તે 2027 સુદી […]

ચીટર ચીનની પડતી ચાલુ, ચીની ટેક કંપની હુઆવેઈને બ્રિટને કરી બેન, કંપનીનાં 5-જી નેટવર્ક પર સાત વર્ષનો પ્રતિબંધ
http://tv9gujarati.in/cheater-chin-ni-…ban-karvama-aavi/

Follow us on

ભારતમાં સીમા વિવાદને લઈ ચીનનાં સામાનનો વિરોધ અને તેના પર લાગેલા પ્રતિબંધ વચ્ચે હવે ચીનને બ્રિટેન તરફથી ઝટકો આપવામાં આવ્યો છે. હોંગકોંગ સાથે ચીનનો તણાવ યથાવત છે ત્યારે અમેરિકા પછી બ્રિટેને પણ ચીની ટેલીકોમ કંપની હુઓવેઈને 5-જી નેટવર્ક બનાવવાને લઈને બેન કરી દીધી છે. બ્રિટનની સરકારે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યો છે કે તે 2027 સુદી 5-જી નેટવર્કથી હુઆવેઈનાં તમામ ઉપકરણો હટાવી દે. આ પહેલા અમેરિકાએ પણ હુઆવેઈનાં તમામ ઉપકરણો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

મિડિયામાં આવી રહેલા સમાચારો મુજબ બ્રિટનનાં વડાપ્રધાન બોરીસ જોનસનની અધ્યક્ષતામાં થયેલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે દેશમે 5-જી નેટવર્કનાં નિર્માણમાં ચીની કંપનીની ભાગીદારીને પુરી કરી દેવામાં આવે. બ્રિટેનની જોનસન સરકારે આ નિર્ણય રાષ્ટ્રીય સાઈબર સુરક્ષા પરિષદની રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો છે. ચીની કંપની હુઆવેઈ પર ડેટા ચોરી અને ગુપ્ત સૂચનાઓ લીક કરવાનો આરોપ લાગ્યો છે. બ્રિટનનાં સંસ્કૃતિ સચિવ ઓલિવર ડાઉડેનનાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ચેતાવણી આપી હતી કે અમેરિકાનાં પ્રતિબંધ પછી હુઆવેઈની સુરક્ષાને લઈ ચિંતા વધી ગઈ છે. 5-જી નેટવર્કમાં હુઆવેઈની ઉપસ્થિતિથી દેશની સુરક્ષાને ખતરો પહોચી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે બ્રિટેનને ભરોસો નથી કે હુઆવેઈ પોતાના ઉપકરણોની સુરક્ષાને લઈને કોઈ ગેરંટી આપી શકશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ચીની ટેલીકોમ કંપની હુઆવેઈ પર અમેરિકાએ આ વર્ષે 30 જૂનનાં રોજ પ્રતિબંધ લગાવ્યો હતો. US ફેડરલ કમ્યુનિકેશને 5-0થી મતદાન કરીને ચીનની ચેક કંપની હુઆવેઈ અને ZTEને રાષ્ટ્રીય ખતરો બતાવ્યો હતો. આ સાથે જ અમેરિકી કંપનીઓને ઉપકરણ ખરીદવા માટે મળનારા 8.3 અબજ ડોલરનાં ફંડને ટ્રંપ સરકારે રોકી દીધું હતું.

Next Article