બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા ભારતીય મૂળના ઋષિ સુનક, ભારતીયો માટે ગર્વની લાગણી

|

Oct 24, 2022 | 6:50 PM

બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે.

બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા ભારતીય મૂળના ઋષિ સુનક, ભારતીયો માટે ગર્વની લાગણી
Rishi sunak
Image Credit source: File Image

Follow us on

દિવાળીના અવસર પર ભારતને વધુ એક મોટી દિવાળીની ભેટ મળી છે. ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. બ્રિટનના વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના નાગરિકની પસંદગી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સુનકને અડધાથી વધુ બ્રિટિશ સાંસદોએ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટ્યા છે. બોરિસ જોન્સનના રાજીનામાથી સુનક વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ તેમને લિઝ ટ્રસના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં ટ્રસને રાજીનામું આપવું પડ્યું અને ત્યારબાદ સુનકે ફરીથી પીએમ પદ માટે દાવો રજૂ કર્યો.

ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન પણ વડાપ્રધાન પદના દાવેદારોમાંના એક હતા, પરંતુ સાંસદોએ તેમને ફગાવી દીધા હતા. જોનસને ગઈકાલે રાત્રે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વડાપ્રધાનની રેસમાંથી બહાર થઈ રહ્યા છે. આ પછી અન્ય બ્રિટિશ સાંસદ પેની મોર્ડાઉન્ટ પણ પીએમ પદની રેસમાં હતા, પરંતુ સાંસદોએ તેમને બોલાવ્યા અને પદ છોડવા માટે કહ્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માત્ર 26 સાંસદોએ તેમને સમર્થન આપ્યું હતું. જો કે અગાઉ તેમણે 100 સાંસદોના સમર્થનનો દાવો કર્યો હતો.

ભારતીય મૂળના સાંસદોનું સમર્થન

ઋષિ સુનકને ભારતીય મૂળના બ્રિટિશ સાંસદોએ પણ ટેકો આપ્યો હતો. બોરિસ જોનસનના વફાદાર સાંસદ પ્રીતિ પટેલે પણ ઋષિ સુનકને પોતાનો ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું કે સુનકને નેતૃત્વ કરવાની તક આપવી જોઈએ. પ્રીતિ પટેલ જોન્સન સરકારમાં ગૃહ સચિવ હતા. લિઝ ટ્રસ વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ ગયા મહિને તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાના એક ટ્વિટમાં કહ્યું કે આપણા દેશ માટેના આ મુશ્કેલ સમયમાં આપણે જનસેવાને પ્રાથમિકતા આપીને એક થઈને કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે નવા નેતા તરીકે સુનકને સફળ થવાની શ્રેષ્ઠ તક આપવા માટે ટોરીઓએ રાજકીય મતભેદોને બાજુ પર રાખવા જોઈએ.

સુનકે કહ્યું કે તે દિવસ-રાત કામ કરશે

લિઝ ટ્રુસના રાજીનામા બાદ સુનકે ફરી એકવાર તેમનું અભિયાન તેજ કર્યું છે. તેમણે કહ્યું કે બ્રિટન એક મહાન દેશ છે, જે ઊંડા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. સુનકે ગયા અઠવાડિયે ટ્રસ સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેક્સ કટની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે વિનાશકારી ટેક્સ કટ સાથે બજેટનું પાલન કરવામાં સફળ નહીં થાય. સુનકે પ્રામાણિક, વ્યાવસાયિક અને સરકારી સ્તરે જવાબદાર બનવાનું વચન આપ્યું છે. સમસ્યાઓના નિરાકરણ માટે દિવસ-રાત કામ કરશે તેમ જણાવ્યું હતું.

Published On - 6:36 pm, Mon, 24 October 22

Next Article