UK : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે બ્રિટન પીએમની મોટી જાહેરાત, ઈઝરાયેલના સમર્થનમાં મદદ માટે મોકલ્યા રોયલ નેવી જહાજ

|

Oct 13, 2023 | 9:15 AM

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું તો નામ નથી લઈ રહ્યું અને દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે.આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાને ઈઝરાયેલના સમર્થનમાં મોટી જાહેરાત કરી છે. આમાં તેમણે ઈઝરાયેલને સમર્થન આપવાની યોજનાના ભાગરૂપે ઈઝરાયલને મદદરુપ થવા માટે સહાયની જાહેરાતની સાથે અન્ય ઘણી સુવિધા ઉભી કરી

UK : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે બ્રિટન પીએમની મોટી જાહેરાત, ઈઝરાયેલના સમર્થનમાં મદદ માટે મોકલ્યા રોયલ નેવી જહાજ
Britain PM big announcement between

Follow us on

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું તો નામ નથી લઈ રહ્યું અને દિવસેને દિવસે સતત વધી રહ્યું છે. બંને તરફથી અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે.આ દરમિયાન બ્રિટનના વડાપ્રધાને ઈઝરાયલના સમર્થનમાં મોટી જાહેરાત કરી છે.

આમાં તેમણે ઈઝરાયેલને સમર્થન આપવાની યોજનાના ભાગરૂપે પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં સર્વેલન્સ એરક્રાફ્ટ અને બે રોયલ નેવી જહાજો ઈઝરાયલની સહાય માટે મોકલવાની વાત કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન આતંકવાદી જૂથોને હથિયારોના ટ્રાન્સફર જેવા ક્ષેત્રીય સ્થિરતા માટેના જોખમો પર નજર રાખવા માટે આજથી પેટ્રોલિંગ શરૂ કરશે.

સુનકનું ઈઝરાયલને સમર્થન

ત્યારે ઈઝરાયેલ માટે બ્રિટનના સહાય પેકેજમાં સર્વેલન્સ એસેટ્સ, હેલિકોપ્ટર, P8 એરક્રાફ્ટ અને મરીન કંપનીનો પણ સમાવેશ થાય છે. પીએમ સુનાકે કહ્યું કે તેઓ ઇઝરાયલના સમર્થનમાં છે, એટલા માટે બ્રિટિશ સંપત્તિઓ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરવામાં આવી રહી છે. જે ઈઝરાયલને સહાયક રુપ સાબિત થશે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

PM સુનકની મોટી જાહેરાત

વાસ્તવમાં હમાસના હુમલા બાદ બ્રિટિશ પીએમ સુનાકની આ જાહેરાત ઈઝરાયલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ યુદ્ધ દરમિયાન બ્રિટનની મદદ હમાસ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. આ સાથે બ્રિટને અન્ય સહાય પેકેજની પણ જાહેરાત કરી છે.

ઋષિ સુનકે કહ્યું કે સૈન્ય તેમની આ મદદ હમાસને આગળ વધતા અટકાવવા માટે છે. તેમણે કહ્યું હતું કે બ્રિટિશ સશસ્ત્ર દળો ઇઝરાયેલ અને આ ક્ષેત્રમાં ભાગીદારોને વ્યવહારિક સમર્થન આપવા અને નિરોધકતા અને આશ્વાસન આપવા માટે તૈયાર છે. માનવતાવાદી પ્રયત્નોને ટેકો આપવા માટે આવતા અઠવાડિયે રોયલ નેવી ટાસ્ક ગ્રુપને આ વિસ્તારમાં ખસેડવામાં આવશે.

લશ્કરી ટીમોને મજબૂત બનાવશે

વડા પ્રધાને જણાવ્યું હતું કે ઇઝરાયેલમાં જે ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે તેનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે સ્પષ્ટ હોવું જોઈએ. સુનાકે જણાવ્યું હતું કે સમગ્ર પ્રદેશમાં અમારી સૈન્ય અને રાજદ્વારી ટીમો પણ હમાસ આતંકવાદીઓના આ ક્રૂર હુમલાના હજારો નિર્દોષ પીડિતોને સુરક્ષા પુરી પાડવા અને માનવતાવાદી સહાય પહોંચાડવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને સમર્થન કરશે. તેમણે ઇઝરાયેલ, સાયપ્રસ અને સમગ્ર પ્રદેશમાં સૈન્ય ટીમોને મજબૂત બનાવવા માટે પણ હાકલ કરી હતી.

હજારો લોકોના મોત

શનિવારે હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 1,300 લોકો માર્યા ગયા અને 150 લોકોને બંધક બનાવી ગાઝા લઈ ગયા હતા. જે બાદ ઈઝરાયેલે વળતો જવાબ આપવા હવાઈ હુમલા શરૂઆત કરી હતી. ત્યારથી ગાઝામાં 1,300 થી વધુ લોકો માર્યા ગયા છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:14 am, Fri, 13 October 23

Next Article