Breaking News: વેટિકન સીટીમાં પોપ ફ્રાંસિસનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર

Pope Francis passes away: પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમનું 88 વર્ષની વયે અવસાન થયું. વેટિકને તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તે ઘણા સમયથી બીમાર હતા.

Breaking News: વેટિકન સીટીમાં પોપ ફ્રાંસિસનું અવસાન, લાંબા સમયથી હતા બીમાર
Pope Francis passes away in Vatican City
| Updated on: Apr 21, 2025 | 1:52 PM

Pope Francis passes away: પોપ ફ્રાન્સિસનું વેટિકન સિટીમાં અવસાન થયું છે. તે ઘણા સમયથી બીમાર હતો. ફ્રાન્સિસને તાજેતરમાં ન્યુમોનિયા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચાર વેટિકન સિટીથી આપવામાં આવ્યા છે. ફ્રાન્સિસ 88 વર્ષના હતા. એક દિવસ પહેલા જ તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને મળ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર પછી, વિશ્વભરના 1.4 અબજ કેથોલિકો શોકમાં ડૂબી ગયા છે.

પોપ ફ્રાન્સિસ છેલ્લા અઠવાડિયાથી બ્રોન્કાઇટિસથી પીડાતા હતા અને શુક્રવાર, 14 ફેબ્રુઆરીના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, કારણ કે “જટિલ ક્લિનિકલ પરિસ્થિતિ”ને કારણે ડોકટરોએ પોપના શ્વસન માર્ગના ચેપની સારવાર બદલવી પડી અને પછી એક્સ-રેએ પુષ્ટિ આપી કે તેઓ ડબલ ન્યુમોનિયાથી પીડિત છે.

અચાનક તબિયત બગડી

પોપ ફ્રાન્સિસ ગયા અઠવાડિયે તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં કેથોલિક ચર્ચના જ્યુબિલી વર્ષની ઉજવણી માટે પરંપરાગત રવિવારની પ્રાર્થના અને સમૂહનું નેતૃત્વ કરી શક્યા ન હતા. તેમની તબિયત ખરાબ હોવાથી, તેમના ઘણા અગાઉ નક્કી કરેલા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. કારણ કે ડોક્ટરોએ 88 વર્ષીય પોપને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. પરંતુ અગાઉ તેમની સ્થિતિ ‘સ્થિર’ ગણાવવા છતાં, વેટિકને શનિવારે સાંજે એક અપડેટ જાહેર કરીને કહ્યું કે ‘લાંબા સમય સુધી શ્વાસ લેવામાં તકલીફ’ બાદ તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.

મૃત્યુની જાહેરાત કોણે કરી?

APના અહેવાલ મુજબ, પોપ ફ્રાન્સિસના મૃત્યુની જાહેરાત વેટિકનના કેમરલેનગો કાર્ડિનલ કેવિન ફેરેલ દ્વારા કરવામાં આવી હતી. કેમેરલેન્ગો કાર્ડિનલ એ વેટેકિન શહેરમાં એક વહીવટી પદ છે, જે શહેરમાં તિજોરીની દેખરેખ અને વહીવટી કાર્યની દેખરેખ રાખવા માટે જવાબદાર છે.

 

Published On - 1:37 pm, Mon, 21 April 25