નેપાળમાં PM બનતા જ બાલેન શાહનો સાચો ચહેરો સામે આવ્યો, 45 દિવસમાં ભારત વિરુદ્ધ આ 4 નિર્ણયો લીધા

નેપાળના વડાપ્રધાન બાલેન શાહના માત્ર 45 દિવસના કાર્યકાળમાં લીધેલા 4 મોટા નિર્ણયો હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ કરીને ભારત સાથેના સંબંધોને લઈને લેવામાં આવેલી નીતિઓને કારણે રાજકીય તણાવની સ્થિતિ ઊભી થઈ છે.

નેપાળમાં PM બનતા જ બાલેન શાહનો સાચો ચહેરો સામે આવ્યો, 45 દિવસમાં ભારત વિરુદ્ધ આ 4 નિર્ણયો લીધા
Breaking News Nepal PM Balen Shah’s 4 Controversial Anti-India Decisions in 45 Days Spark Debate
Image Credit source: Social Media
| Updated on: May 11, 2026 | 2:50 PM

27 માર્ચે બાલેન શાહને નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધીના લગભગ 45 દિવસોમાં તેમના કેટલાક નિર્ણયો અંગે ચર્ચા વધી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં આ પગલાંને ભારત સાથેના સંબંધો પર અસર પાડતા તરીકે જોવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે આ તમામ માહિતી અહેવાલો અને દાવાઓ પર આધારિત છે, તેની સત્તાવાર પુષ્ટિ નથી.

અહેવાલોમાં જણાવાયું છે કે વડાપ્રધાન બનતા પહેલાં પણ બાલેન શાહે કેટલાક પ્રસંગોએ ભારત અંગે કડક અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 2022માં તેમણે “ગ્રેટર નેપાળ” નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેને લઈને તે સમયે પણ ચર્ચા થઈ હતી.

ભારત-નેપાળ સંબંધો અંગે ચર્ચામાં આવેલા મુદ્દાઓ

ઉચ્ચ સ્તરીય મુલાકાત અંગે વિવાદ

અહેવાલો મુજબ નેપાળના વડાપ્રધાને ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાથે બેઠક કરવાનો ઇનકાર કર્યો હતો. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે વિદેશ નીતિ સહકાર મજબૂત કરવાનો હતો. પરંતુ પ્રોટોકોલ સંબંધિત કારણોસર મુલાકાત શક્ય બની નહોતી અને કાર્યક્રમ રદ થયો હોવાની માહિતી આપવામાં આવી છે.

લિપુલેખ અને કાલાપાની મુદ્દો ફરી ચર્ચામાં

નેપાળ સરકારે કાલાપાની અને લિપુલેખ વિસ્તાર સંબંધિત જૂના સરહદી વિવાદને ફરીથી ઉઠાવ્યો છે. સાથે જ માનસરોવર યાત્રા સંબંધિત બાબતો પર પણ નેપાળની તરફથી અસહમતિ વ્યક્ત કરવામાં આવી હોવાના અહેવાલો છે. ભારતે અગાઉ આ મુદ્દાને લઈને તેને વિવાદ ઉભો કરનાર પગલું ગણાવ્યું હતું.

સરહદી વેપાર પર નવા નિયમો

અહેવાલ મુજબ ભારતથી નેપાળના મધેશ અને અન્ય સરહદી વિસ્તારોમાં જતા લોકો માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે જો કોઈ વ્યક્તિ 100 રૂપિયાથી વધુ મૂલ્યનો સામાન લઈને જાય છે તો કસ્ટમ ડ્યુટી લાગુ થશે. આ પગલાથી સરહદી વિસ્તારોના લોકો પર આર્થિક અસર પડી રહી છે.

સરહદ પાર અવરજવર માટે ઓળખ ફરજિયાત

નેપાળ સરકારે વધુ એક નિયમ લાગુ કર્યો છે જેમાં ભારતીય નાગરિકોને નેપાળ પ્રવેશ માટે ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. અગાઉ ભારત અને નેપાળ વચ્ચે લગભગ 1751 કિમી લાંબી ખુલ્લી સરહદ હોવાથી અવરજવર સરળ હતી. પરંતુ નવા નિયમ મુજબ હવે સુરક્ષા ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવશે.

આ સમગ્ર માહિતી વિવિધ મીડિયા અહેવાલોમાં દર્શાવાયેલા દાવાઓ પર આધારિત છે. ભારત અથવા નેપાળ સરકાર તરફથી આ મુદ્દાઓ અંગે સત્તાવાર સ્પષ્ટતા ઉપલબ્ધ નથી, તેથી તેને અહેવાલ આધારિત ચર્ચા તરીકે જ જોવી જોઈએ.

Finance Tips: ભાડું, EMI અને SIPની ચિંતા થશે ઓછી! 50-30-20 ફોર્મ્યુલાથી સ્માર્ટ રીતે મેનેજ કરો આખો પગાર

Follow Us