Breaking News: ઈટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પર સદંતર પ્રતિબંધ, નિયમ તોડનારને 1 હજાર યુરોનો દંડ

ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ સ્કૂલની અંદર બુરખો કે નકાબ પહેરીને આવતા વિદ્યાર્થીઓનો વિરોધ કર્યો છે. તેમણે ક્લાસરૂમની અંદર વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સીમિત કરવા પર પણ ભાર મુક્યો છે. હવે તેમણે આ નિયમને ઈટાલીની સ્કૂલોની અંદર લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

Breaking News: ઈટાલીની શાળાઓમાં બુરખા અને નકાબ પર સદંતર પ્રતિબંધ, નિયમ તોડનારને 1 હજાર યુરોનો દંડ
| Updated on: Nov 28, 2026 | 2:30 PM

ઇટાલીની શાળાઓમાં હવે વિદ્યાર્થીઓ બુરખા અને નકાબ પહેરીને ક્લાસમાં પ્રવેશ કરી શકશે નહીં. ઇટાલીની સંસદે શાળાઓમાં બુરખા, નકાબ સહિત ચહેરો ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકતા શિક્ષણ કાયદાને મંજૂરી આપી છે. નવા નિયમ મુજબ વિદ્યાર્થીઓ શાળાની પ્રવૃત્તિઓ અને ક્લાસરૂમ દરમિયાન પોતાની ઓળખ છુપાય એ રીતે ચહેરો ઢાંકી શકશે નહીં. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને 1 હજાર યુરો સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મર્યાદિત કરાશે

માત્ર બુરખા અને નકાબ પર પ્રતિબંધ જ નહીં, પરંતુ ઇટાલી સરકારે શાળાઓમાં વિદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યાને લઈને પણ મોટો નિર્ણય કર્યો છે. નવા કાયદા પ્રમાણે પ્રથમ વર્ષના ક્લાસરૂમમાં વિદેશી મૂળના વિદ્યાર્થીઓની સંખ્યા મહત્તમ 30 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવશે. જોકે, ઇટાલિયન ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓને આ મર્યાદામાંથી છૂટ આપવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ વચ્ચે ભાષાકીય સંવાદ સરળ બનશે અને શિક્ષણ વ્યવસ્થામાં શિસ્ત જાળવવામાં મદદ મળશે.

સરકારના નિર્ણય સામે વિપક્ષનો વિરોધ

ઇટાલીની ચેમ્બર ઓફ ડેપ્યુટીઝમાં આ કાયદાને 142 મતથી સમર્થન મળ્યું હતું, જ્યારે 112 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. સરકાર આ નવા નિયમોને શાળાઓમાં શિસ્ત, પારદર્શિતા અને વિદ્યાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે જરૂરી ગણાવી રહી છે. બીજી તરફ વિપક્ષે સરકારના નિર્ણય સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષી નેતાઓએ આ કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે. તેમના મતે, ધાર્મિક વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવો અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવી એ ચોક્કસ સમુદાયને અસર કરી શકે છે. આમ, ઇટાલીની શાળાઓમાં નવા શિક્ષણ કાયદાને લઈને રાજકીય વિવાદ પણ વકર્યો છે.

આ નિયમ પાછળનો ઉદ્દેશ્ય?

ડેક્રેટો સ્કુઓલા નામના આ બિલને સેનેટે 20 નવેમ્બરે મંજૂરી આપી હતી. આ બિલ 30 સપ્ટેમ્બરના ‘ડિક્રી- લૉ 170 નો હિસ્સો છે.’ તેનો ઉદ્દેશ્ય 2026-27 શૈક્ષણિક સત્રની નિયમિત શરૂઆત સુનિશ્ચિત કરવાનો છે. નેશનલ રિકવરી રેજિલિયન્સ પ્લાન પહેલનું સમર્થન અને વિદેશી વિદ્યાર્થીઓને મુખ્ય ધારામાં સામેલ કરવાનું છે.

નવા નિયમો અંતર્ગ મુસ્લિમ વિદ્યાર્થીઓે ક્લાસરૂમમાં બુરખો કે નકાબ પહેરવાની છૂટ નહીં હોય. જો કે વિદેશી મૂળના વિદ્યાર્થીઓ પર લાગુ 30 ટકાની મર્યાદા તેમના પર લાગુ નહીં થાય. જેને પહેલાથી ઈટાલિયન ભાષાની થોડીઘણી જાણકારી છે.

Fingerprint Sensor: વ્યક્તિના મૃત્યુ બાદ ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતુ કેમ બંધ થઈ જાય છે? લોક્ડ ફોનનો ડેટા કેવી રીતે મેળવશો- જાણો

 

Published On - 2:27 pm, Sat, 28 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.