ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 14 વિદ્યાર્થીઓના મોત, વીડિયો જોઈ તમે ફફડી ઉઠશો

ઈરાકના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પીડિત પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે. અમે આ ઘટનાની વ્યાપક તપાસના આદેશ આપ્યા છે. મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 14 વિદ્યાર્થીઓના મોત, વીડિયો જોઈ તમે ફફડી ઉઠશો
Fierce fire broke out in the hostel of Iraq's Soran University
| Updated on: Dec 09, 2023 | 8:20 AM

ઉત્તરી ઈરાકના સોરાનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 14 વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ અકસ્માત શુક્રવારે રાત્રે 8.15 કલાકે થયો હતો. જો કે, ઘટનાના ગણતરીના કલાકોમાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ અકસ્માત કેવી રીતે અને શા માટે થયો?

તેની માહિતી હજુ સામે આવી નથી. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં 18 વિદ્યાર્થીઓ ઘાયલ થયાના સમાચાર છે. દરેકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતે સૌને ચોંકાવી દીધા છે. સોરન યુનિવર્સિટીના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ ઘટનાથી દુખી છે.

ઈરાકના વડાપ્રધાને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો

ઈરાકના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પીડિત પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે. અમે આ ઘટનાની વ્યાપક તપાસના આદેશ આપ્યા છે. મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

જુઓ ઘટનાનો દર્દનાક વીડિયો

Published On - 7:12 am, Sat, 9 December 23