AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત દરમિયાન બ્લાસ્ટ! હોટલની બહાર ધડાધડ 6 ધમાકા, માંડ માંડ બચ્યો જીવ

દમાસ્કસમાં એક હોટલની બહાર બોમ્બ વિસ્ફોટ થયો છે, જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રોકાયા છે. મેક્રોન સીરિયન રાષ્ટ્રપતિ અલ-શારાના આમંત્રણ પર દમાસ્કસની મુલાકાતે છે. જોકે, વિસ્ફોટને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્ફોટ બાદ દમાસ્કસને ઘેરી લેવામાં આવ્યું છે.

Breaking News : સીરિયામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મુલાકાત દરમિયાન બ્લાસ્ટ! હોટલની બહાર ધડાધડ 6 ધમાકા, માંડ માંડ બચ્યો જીવ
Syria blast
| Updated on: Jul 07, 2026 | 2:43 PM
Share

સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક હોટલની બહાર એક બાદ એક એમ 6 બોમ્બ વિસ્ફોટ થયા છે, જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન રોકાયા છે. મેક્રોન સીરિયન રાષ્ટ્રપતિ અલ-શારાના આમંત્રણ પર દમાસ્કસની મુલાકાતે છે. જોકે, વિસ્ફોટને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી. વિસ્ફોટ બાદ દમાસ્કસને ઘેરી લેવામાં આવ્યું છે. આ ઘટનામાં 4 લોકોના મોત તેમજ 18 લોકો ઘાયલ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

અલ અરેબિયાના અહેવાલ મુજબ, મેક્રોન અલ-શારાને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે હોટલની બહાર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. મેક્રોનની સાથે રહેલા મીડિયા કર્મચારીઓએ આ સમાચાર આપ્યા છે.

મેક્રોન બોમ્બ વિસ્ફોટથી માંડ માંડ બચ્યા

મેક્રોનની હોટલની બહાર વિસ્ફોટ કાર બોમ્બથી થયો હતો. હોટલની બહાર એક લાલ કાર પાર્ક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમાં વિસ્ફોટ થયો હતો. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મહેલે હજુ સુધી આ ઘટના અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટ પછી તરત જ મેક્રોન અલ-શારા સાથે મળ્યા હતા. આ દરમિયાન, સીરિયન પોલીસે આ મામલાની તપાસ વધુ તીવ્ર બનાવી દીધી છે. અલ-શારાના વહીવટ દરમિયાન સીરિયાની મુલાકાત લેનારા મેક્રોન પ્રથમ યુરોપિયન યુનિયન નેતા છે.

મેક્રોન સીરિયાની મુલાકાતે ગયા હતા

આ ઘટના ત્યારે બની જ્યારે મેક્રોન સીરિયાની મુલાકાતે હતા. આ પ્રવાસ બંને દેશો વચ્ચેના સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘણા વર્ષોના અંતરાલ પછી ફ્રેન્ચ રાષ્ટ્રપતિની સીરિયાની મુલાકાતને એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આવી મુલાકાત દરમિયાન રાજધાનીમાં વિસ્ફોટોના સમાચારે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે.

આ જ સ્થળ પર બોમ્બ બ્લાસ્ટની બીજી ઘટના

નોંધનીય છે કે આ ઘટના દમાસ્કસમાં જસ્ટિસ પેલેસ નજીક એક કાફેમાં વિસ્ફોટક ઉપકરણ વિસ્ફોટ થયાના થોડા દિવસો પછી બની હતી. તે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને 20 ઘાયલ થયા હતા. ટૂંકા ગાળામાં દમાસ્કસમાં આ બીજી મોટી ઘટના છે, જે શહેરમાં સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કરે છે.

સીરિયન સુરક્ષા એજન્સીઓ હાલમાં આ બાબતની તપાસ કરી રહી છે. મેક્રોન અને અલ-શારા વચ્ચેની બેઠક પર આ ઘટનાની અસર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી, ત્રીજા ફોને તો FIFA ને નિર્ણય બદલવાની ફરજ પડી, સર્જાયો ભારે વિવાદ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">