Breaking News : ફ્રાન્સ અને બેલ્જિયમ બાદ હવે ઈટાલીમાં પણ બુરખા અને નકાબ ઉપર પ્રતિબંધ, વડાપ્રધાન મેલોનીએ કરી જાહેરાત

ફ્રાન્સ અને બેલ્જિયમ બાદ, ઈટાલીએ પણ બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ટૂંક સમયમાં આ અંગે સંસદમાં એક ખરડો પણ રજૂ કરવા જઈ રહ્યા છે.

Breaking News : ફ્રાન્સ અને બેલ્જિયમ બાદ હવે ઈટાલીમાં પણ બુરખા અને નકાબ ઉપર પ્રતિબંધ, વડાપ્રધાન મેલોનીએ કરી જાહેરાત
| Updated on: Sep 21, 2026 | 7:56 AM

બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાના પગલામાં ઈટાલી હવે ફ્રાન્સ અને બેલ્જિયમની લાઈનમાં જોડાઈ ગયું છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતે આ જાહેરાત કરી હતી. રવિવારે પક્ષના એક કાર્યક્રમમાં બોલતા મેલોનીએ જણાવ્યું હતું કે, સરકાર શાળાઓમાં ચહેરો ઢાંકતા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની અને દરેક વર્ગખંડમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાની તૈયારી કરી રહી છે.

ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા ઘણા યુરોપિયન દેશોમાં બુરખા અને નકાબ પર પહેલેથી જ પ્રતિબંધ છે અને તાજેતરમાં ઓસ્ટ્રિયાની શાળાઓમાં પણ તેનો અમલ કરવામાં આવ્યો છે. ભૂમધ્ય સમુદ્ર કિનારે આવેલું ઈટાલી યુરોપમાં પ્રવેશતા સ્થળાંતરિતો (માઈગ્રન્ટ્સ) માટેના મુખ્ય સ્થળોમાંનું એક છે. પરિણામે, સ્થળાંતરીત લોકો સ્થાનિક સરકારો માટે એક મહત્વપૂર્ણ મુદ્દો અને મોટો પડકાર બની ગયો છે.

સ્થળાંતરિતોને, ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી આવતા લોકોને, તેમના સમાજમાં ભળી જવા (એકીકરણ) દેવા એ ઈટાલિયન રાજકારણ અને જાહેર જીવનમાં ચર્ચાનો વિષય રહ્યો છે. ધાર્મિક પ્રતીકો, સાંસ્કૃતિક એકીકરણ, નાગરિકતાના નિયમો અને ઈમિગ્રેશન નીતિ અંગેની ચર્ચાઓ ઘણીવાર ઈટાલીના જનમતને વિભાજિત કરે છે.

ઈટાલિયન સંસદમાં ખરડો રજૂ કરાશે

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની શાળાઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવાની અને ઈટાલિયન ભાષા ન જાણતા વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને મર્યાદિત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પગલું અન્ય યુરોપિયન યુનિયન (EU) દેશોમાં અમલી બનેલા નિયમોને અનુરૂપ છે. વડાપ્રધાન મેલોનીએ જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં સંસદમાં આ બાબતને લગતો ખરડો રજૂ કરશે. તેનો ઉદ્દેશ્ય વર્ગખંડોમાં બુરખા અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવાનો અને દરેક વર્ગમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરવાનો છે.

વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા

પોતાના પક્ષ ‘બ્રધર્સ ઓફ ઈટાલી’ની યુવા પાંખ ‘જિયોવેન્ટુ નેઝિયોનાલે’ (Gioventù Nazionale) દ્વારા આયોજિત ‘ફેનિક્સ’ (Fenix) ઉત્સવમાં બોલતા મેલોનીએ કહ્યું, “સંસદમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવનાર છે જે દરેક વર્ગમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર મહત્તમ મર્યાદાને કાયદાકીય રીતે ફરજિયાત બનાવશે. આ ઉપરાંત, શાળાના વાતાવરણમાં ભળી જવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરતા વિદેશી વિદ્યાર્થીઓના માતા-પિતા માટે ઈટાલિયન ભાષા શીખવી ફરજિયાત બનાવતા પગલાં લેવામાં આવશે અને શાળાઓમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.”

મેલોનીએ શા માટે ઇટાલિયન બાળકોને ‘લઘુમતી’ ગણાવ્યા

મેલોનીએ વધુમાં જણાવ્યું હતું કે, “ઇટાલિયન વર્ગખંડોમાં ઇટાલિયન બાળકો માત્ર એટલા માટે અલગ-થલગ કે હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનો અનુભવ કરે કે તેઓ લઘુમતી બની ગયા છે. આ બાબત સ્વીકાર્ય નથી. આવું થવા દઈ શકાય નહીં. આને ‘એકીકરણ’ (integration)નું નામ આપવું એ વધુ એક જૂઠાણું છે, એવું અનુકૂળ જૂઠાણું જે વિચારધારાને વરેલા લોકો દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ પોતપોતાના ઘરોમાં આરામથી બેસીને…”

Breaking News : મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો! યુક્રેને 1,600થી વધુ ડ્રોન છોડ્યા, જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.