કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનના મધ્ય એશિયાના દેશો મંગળવારે વ્યાપક પાવર આઉટેજની ઘટના સામે આવી છે (Power Blackout in Uzbekistan). ઇન્ટરફેક્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, કઝાકિસ્તાનના સૌથી મોટા શહેર અને રાજધાની અલ્માટીમાં મંગળવારે 20 લાખ લોકો વીજળી વિના હતા (Power Blackout). કઝાકિસ્તાનની ન્યૂઝ સાઇટ ORDA.KZ એ અહેવાલ આપ્યો છે કે તુર્કસ્તાનના (Turkestan) દક્ષિણી વિસ્તારોમાં ખાસ કરીને શિમકેન્ટ અને તરાજમાં પાવર નિષ્ફળતા હતી. આવી ઘણી તસવીરો પણ સામે આવી છે, જેમાં દરેક વ્યક્તિ અંધારામાં ડૂબેલા જોવા મળે છે.
ઇન્ટરફેક્સ અનુસાર કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક અને તેના ઉત્તરીય પ્રદેશ ચુયમાં પણ પાવર આઉટ થયો હતો. ઇન્ટરફેક્સે કિર્ગિસ્તાનના ઉર્જા મંત્રી (Blackout in Central Asia)ને ટાંકીને આ માહિતી આપી હતી. ઉઝબેકિસ્તાનના ઉર્જા પ્રધાને પણ પાવર આઉટેજની પુષ્ટિ કરી હતી, જેણે રાજધાની તાશ્કંદમાં ટ્રાફિકને વિક્ષેપિત કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાશ્કંદ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનને અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું. જંગી વીજળી ડૂલ થવા પાછળનું સાચું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
જો કે, ઉઝબેક સત્તાવાળાઓએ આ માટે પાવર લાઇનમાં ખામીને જવાબદાર ગણાવી છે. આ ત્રણેય દેશો, જે ભૂતપૂર્વ સોવિયેત સંઘનો ભાગ હતા, એક જ ઉર્જા પ્રણાલી પર નિર્ભર છે, જે સોવિયેત સંઘના સમયમાં તૈયાર કરવામાં આવી હતી. આ પહેલીવાર નથી કે અહીં વીજળીની કટોકટી વધુ ઘેરી બની હોય, પરંતુ આ પહેલા પણ ઘણી વખત જોવા મળી ચૂક્યું છે (Power Blackout News). આ સાથે વર્ષ 2021માં કઝાકિસ્તાને વીજળી સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી સાથે જ આ સમસ્યાનો સામનો કરવા માટે વાત કરવાનું કહ્યું હતું. આ ત્રણેય મધ્ય એશિયાઈ દેશો વીજ સંકટનો સામનો કરી રહ્યા છે. હવે તેઓ સ્થાનિક સ્તરે ઉર્જા પુરવઠા પર ટેક્સ લગાવીને સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો અંત લાવી શકાય.
25 જાન્યુઆરીએ કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અચાનક મોટો અંધારપટ જોવા મળ્યો હતો. મધ્ય એશિયાના ત્રણ સૌથી મોટા શહેરો – તાશ્કંદ, અલ્માટી અને બિશ્કેક – એક સાથે અંધકારમાં ડૂબી ગયા હતા, જેનાથી 50 લાખથી વધુ લોકોને અસર થઈ હતી. કિર્ગિસ્તાન તેમજ ઓશ અને જલાલાબાદના દક્ષિણી શહેરો અને તાશ્કંદથી સમરકંદ, બુખારા, કોકંદ અને નુકુસ ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. કઝાકિસ્તાન ઇલેક્ટ્રિસિટી ગ્રીડ ઓપરેટિંગ કંપનીને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો કે, કઝાકિસ્તાનની ઉત્તર દક્ષિણ પાવર લાઇન, જે ઉત્તર કઝાકિસ્તાનને દક્ષિણ કઝાકિસ્તાન સાથે જોડે છે. ત્યારબાદ ગ્રીડ કિર્ગિઝસ્તાન અને ઉઝબેકિસ્તાનને જોડે છે. મધ્ય એશિયન પાવર સિસ્ટમ (CAPS)માં અચાનક ટ્રિગર થઈ હતી. ‘ઇમરજન્સી અસંતુલન’ને કારણે હતું.
આ પણ વાંચો: DRDO Apprentice Recruitment 2022: DRDOમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી, જુઓ કેવી રીતે કરવી અરજી
આ પણ વાંચો: CBSE Result: CBSE ટર્મ 1નું પરિણામ આજે જાહેર થશે! બોર્ડે ટ્વિટર પર આપી આ માહિતી