સીરિયામાં મોટો આતંકી હુમલો, 53 લોકોના દર્દનાક મોત, ISIS પર લાગ્યા આરોપ

|

Feb 18, 2023 | 10:40 AM

સીરિયાના અલ-સોખાના શહેરમાં વર્ષનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં 53 લોકોના મોતની જાણકારી મળી રહી છે.

સીરિયામાં મોટો આતંકી હુમલો, 53 લોકોના દર્દનાક મોત, ISIS પર લાગ્યા આરોપ
terrorist attack in Syria

Follow us on

સીરિયામાં આતંકવાદી હુમલામાં 53 લોકોના દુઃખદ મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો છે. સીરિયાના અલ-સોખાના શહેરમાં શુક્રવારે થયેલા વિસ્ફોટને એક વર્ષમાં સૌથી મોટો આતંકવાદી હુમલો માનવામાં આવે છે. હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે હુમલામાં 46 નાગરિકો અને સાત સેનાના જવાનો માર્યા ગયા. તેમણે જણાવ્યું કે હુમલા બાદ તેઓને મૃતદેહ લાવવામાં આવ્યા હતા, જેમાં ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા હતા.

 બ્લાસ પાછળ ISISનો હાથ !

મીડિયા અહેવાલો અનુસાર યુએસ સેન્ટ્રલ કમાન્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલામાં ચાર યુએસ સૈન્ય કર્મચારીઓ ઘાયલ થયા હતા જ્યાં ઇસ્લામિક સ્ટેટના એક નેતાનું મોત થયું હતું. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ISISનો હમઝા અલ-હોમસી માર્યો ગયો છે અને અમેરિકી સૈન્ય કર્મચારીઓની ઇરાકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યું છે આતંકવાદી સંગઠન

છેલ્લા એક વર્ષમાં આતંકી સંગઠન દ્વારા કરવામાં આવેલા નિશાનોમાં મહિલાઓ અને બાળકો સહિત ડઝનેક લોકો માર્યા ગયા છે. સીરિયાના સેન્ટ્રલ, નોર્થ ઈસ્ટર્ન અને ઈસ્ટર્ન વિસ્તારમાં છેલ્લા વર્ષમાં અનેક આતંકી હુમલા કરવામાં આવ્યા છે. ગયા શુક્રવારે આવા જ હુમલામાં 16 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે નાગરિકો હતા. આવા હુમલાઓ પર નજર રાખનારી સંસ્થાએ કહ્યું કે હુમલામાં ઘણા લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે, જેમાં 25ને છોડી દેવામાં આવ્યા છે, પરંતુ અન્ય ગુમ થયેલા લોકો વિશે કોઈ માહિતી નથી. ત્યારે આતંકવાદીઓને ખતમ કરવા માટે, સીરિયન અને રશિયન હેલિકોપ્ટર પણ સમયાંતરે અભિયાન ચલાવી રહ્યું છે.

Published On - 9:24 am, Sat, 18 February 23

Next Article