ભારતીયો માટે સારા સમાચાર, આઠ મહિના બાદ ભારતીયો કરી શકશે 13 કરતાં પણ વધારે દેશની યાત્રા

|

Oct 19, 2020 | 4:15 PM

ભારતીય ઉડ્ડયન મંત્રાલયે તાજેતરમાં જ યુક્રેન સાથે એર બબલ કરાર કર્યો છે, આ કરાર ખાસ કરીને બે દેશો વચ્ચે હવાઇ ઉડાનો માટે કરવામાં આવ્યો છે. કરાર થકી હવે ભારતીય 13 થી પણ વધારે દેશમાં  યાત્રા કરી શકશે. “એર ટ્રાવેલ” કરાર કે “ટ્રાંસપોર્ટ બબલ” બે દેશો વચ્ચે કરવામાં આવેલ કામચલાઉ વ્યવસ્થા છે , કોરોના વાયરસના સંક્રમણના […]

ભારતીયો માટે સારા સમાચાર, આઠ મહિના બાદ ભારતીયો કરી શકશે 13 કરતાં પણ વધારે દેશની યાત્રા

Follow us on

ભારતીય ઉડ્ડયન મંત્રાલયે તાજેતરમાં જ યુક્રેન સાથે એર બબલ કરાર કર્યો છે, આ કરાર ખાસ કરીને બે દેશો વચ્ચે હવાઇ ઉડાનો માટે કરવામાં આવ્યો છે. કરાર થકી હવે ભારતીય 13 થી પણ વધારે દેશમાં  યાત્રા કરી શકશે.

“એર ટ્રાવેલ” કરાર કે “ટ્રાંસપોર્ટ બબલ” બે દેશો વચ્ચે કરવામાં આવેલ કામચલાઉ વ્યવસ્થા છે , કોરોના વાયરસના સંક્રમણના કારણે આંતરાષ્ટ્રીય ઉડ્ડાનો બંધ છે ત્યારે  આ કરારનો મુખ્ય ઉદેશ્ય કોમર્શિયલ ઉડાનોને ફરી શરુ કરવાનો છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

ભારતથી યુક્રેન કોણ ટ્રાવેલ કરી શકશે?

  • રશિયા સિવાય CIS દેશના નાગરિક રહેવાસી યાત્રા કરી શકશે
  • ભારતનો કોઇપણ નાગરિક જેની પાસે યુક્રેનના વિઝા છે, ડિપ્લોમેટીક અને અધિકારીક પાસપોર્ટ ધારક જેમનું ગંતવ્ય સ્થાન CIS દેશોમાં (રશિયા સિવાય) છે

યુક્રેનથી ભારત યાત્રા 

  • CIS દેશમાંથી ભારતીય નાગરિકો (રશિયા સિવાય)
  • વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો કે જેમની પાસે યુક્રેનનો પાસપોર્ટ છે તેઓ ટ્રાવેલ કરી શકશે

ભારત દ્વારા આ જ પ્રકારની વ્યવસ્થા 16 દેશોમાં પણ કરવામાં આવી છે. (કેનેડા, ફ્રાંસ, અફઘાનિસ્તાન, ઓમાન, બહરીન , નાઇઝીરીયા, યુએઇ, કતર, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ, જર્મની, ઇરાક, જાપાન, માલદીવ્સ, કેન્યા અને ભુતાન)

જાણો કોણ ટ્રાવેલ કરી શકશે 16 દેશોમાં 

1.કેનેડા

 ભારતથી કેનેડાની યાત્રા  

  • ફસાયેલા કેનેડીયન રહેવાસી/નાગરિક અને વિદેશીઓ જેમની પાસે કેનેડાના વિઝા છે તે કેનેડામાં પ્રવેશ કરી શકશે.

કેનેડાથી ભારતની યાત્રા 

  • વિદેશમાં રહેતા ભારતીય જેમની પાસે કેનેડાનો પાસપોર્ટ છે.

2. ફ્રાંસ

ભારતથી ફ્રાંસની યાત્રા

  • MHAની જાન્યુઆરી 7 2020ની માર્ગદર્શિકા મુજબ  ભારતીય નાગરિક વિદેશ તેમજ યુરોપમાં યાત્રા કરી શકે છે

ફ્રાંસથી ભારતની યાત્રા 

  • ફંસાયેલા ભારતીય નાગરિકો

3. અફઘાનિસ્તાન 

ભારતથી અફઘાનિસ્તાનની યાત્રા

  • ભારતીય નાગરિક કે  જેમની પાસે અફઘાનિસ્તાન વિઝા છે.

અફઘાનિસ્તાનથી ભારતની યાત્રા

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકો

4.ઓમાન

ભારતથી ઓમાનની યાત્રા

  • ઓમાનના નાગરિક કે રહેવાસી યાત્રા કરી શકે છે.

ઓમાનથી ભારતની યાત્રા 

  • ઓમાનમાં ફસાયેલા ભારતીય નાગરિક/રહેવાસી

5.બહરીન 

ભારતથી બહરીન યાત્રા

  • બહરીનના નાગરિક/રહેવાસી

બહરીનથી ભારતની યાત્રા 

  • બહરીનમાં ફસાયેલા ભારતીય

6. નાઇઝીરીયા 

ભારતથી નાઇઝીરીયા યાત્રા 

  • ફસાયેલ નાઇઝીરીયન નાગરિક/રહેવાસી

નાઇઝીરીયાથી ભારત યાત્રા

  • આફ્રીકન દેશમાં ફસાયેલા ભારતીય

7. UAE (યૂનાઇટેડ અરબ એમિરાટ્સ)

ભારતથી યુએઇની યાત્રા 

  • UAE નાગરિક

યુએઇથી ભારતની યાત્રા

  • UAE માં ફસાયેલા ભારતીય

8. કતાર 

ભારતથી કતરની યાત્રા 

  • કતરના નાગરિક

કતરથી ભારતની યાત્રા 

  • કતારમાં ફસાયેલા ભારતીય

9. યૂનાઇટેડ કિંગડમ

ભારતથી યુકેની યાત્રા 

  • ભારતમાં ફસાયેલા યૂકેના નાગરિક /રહેવાસી

યુકેથી ભારતની યાત્રા 

  • યુકેમાં ફસાયેલા ભારતીય

10.યૂનાઇટેડ સ્ટેટ ઑફ અમેરિકા 

ભારતથી અમેરિકાની યાત્રા 

અમેરિકાના નાગરિક, વિદેશી નાગરિક અને પરમનન્ટ રેસિડંસ કે જેમની પાસે અમેરીકાના વિઝા છે.

અમેરિકાથી ભારત યાત્રા 

  • ફસાયેલા ભારતીય નાગરિકો

11. કેન્યા 

ભારતથી કેન્યાની યાત્રા

  • આફ્રિકામાં રહેતા કોઇપણ દેશના નાગરિક

કેન્યાથી ભારતની યાત્રા 

  • કોઇપણ આફ્રિકન દેશમાં ફસાયેલા ભારતીય

12. જર્મની

ભારતથી જર્મની યાત્રા 

  •  ફસાયેલા EU નાગરિક/ રહેવાસી વિદેશી નાગરિક યુરોપ યાત્રા કરતા

જર્મનીથી ભારત યાત્રા 

  • જર્મનીમાં ફસાયેલા ભારતીય નાગરિક

 

13.ઇરાક અને ભૂતાન

ભારતથી ઇરાક અને ભૂતાનની યાત્રા 

  • કોઇપણ ભારતીય નાગરિક તેમજ કોઇપણ નાગરિક કે જેમની પાસે ઇરાક તેમજ ભૂતાનાન  વિઝા છે.

ઇરાક અને ભૂતાનથી ભારતની યાત્રા 

  • ઇરાક અને ભૂતાનમાં ફસાયેલા ભારતીય

14. જાપાન 

 ભારતથી જાપાનની યાત્રા

  • જાપાનના રહેવાસી/નાગરિક તેમજ ફસાયેલ વ્યક્તિ કે જેની પાસે જાપાનનાં વિઝા છે

જાપાનથી ભારતની યાત્રા 

  • ફસાયેલ ભારતીય
  • બધા જ OCI કાર્ડ ધારક કે જેઓ જાપાનનો પાસપોર્ટ ધરાવે છે

15. માલદીવ્સ 

ભારતથી માલદીવ્સની યાત્રા 

  • બધા જ ભારતીય નાગરિકો તેમજ માલદીવ્સના નાગરિક/રહેવાસી કે જેમની પાસે માલદીવ્સના વિઝા છે.

માલદીવ્સથી ભારતની યાત્રા 

ભારતીય નાગરિક તેમજ OCI કાર્ડ ધરાવના કે જેમની પાસે માલદીવ્સનો પાસપોર્ટ છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Published On - 4:10 pm, Mon, 19 October 20

Next Article