Ayodhya Ram Mandir,અમેરિકામાં”જય શ્રીરામ”ની ગૂંજ, અયોધ્યામાં ભૂમિ પૂજન પહેલા વોશીંગ્ટન ભગવો લહેરાયો

|

Aug 05, 2020 | 12:41 PM

અયોધ્યામાં આજે ઈતિહાસ રચાઈ ગયો, વર્ષો સુધી કોર્ટમાં મુદ્દો ચાલ્યા બાદ આખરે આજે અયોધ્યામાં રામમંદિરનો પાયો નખાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું પૂજન કર્યું. પીએમ મોદીએ અયોધ્યા પહોચી હનુમાનગઢીમાં પૂજા કરી જે પછી રામલલાનાં દર્શન કર્યા. ભૂમિપૂજન દરમિયાન મોહન ભાગવત, યોગી આદિત્યનાથ સહિત બીજા અન્ય મહેમાનો પણ સામેલ થયા હતા. ભૂમિપૂજન પર્વને લઈ […]

Ayodhya Ram Mandir,અમેરિકામાંજય શ્રીરામની ગૂંજ, અયોધ્યામાં ભૂમિ પૂજન પહેલા વોશીંગ્ટન ભગવો લહેરાયો
http://tv9gujarati.in/ayodhya-ram-mand…ma-ehrayo-bhagvo/

Follow us on

અયોધ્યામાં આજે ઈતિહાસ રચાઈ ગયો, વર્ષો સુધી કોર્ટમાં મુદ્દો ચાલ્યા બાદ આખરે આજે અયોધ્યામાં રામમંદિરનો પાયો નખાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિરનું પૂજન કર્યું. પીએમ મોદીએ અયોધ્યા પહોચી હનુમાનગઢીમાં પૂજા કરી જે પછી રામલલાનાં દર્શન કર્યા. ભૂમિપૂજન દરમિયાન મોહન ભાગવત, યોગી આદિત્યનાથ સહિત બીજા અન્ય મહેમાનો પણ સામેલ થયા હતા. ભૂમિપૂજન પર્વને લઈ અયોધ્યાતો ઝળહળી રહ્યું જ છે સાથેજ અમેરિકામાં પણ જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. અયોધ્યાનાં ભૂમિ પૂજનથી પહેલા વોશીંગ્ટન ડીસીમાં પણ ભગવો લહેરાઈ રહ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈનાં જણાવ્યા અનુસાર અમેરિકામાં રહેવા વાળા ભારતીયોએ અયોધ્યામાં આયોજીત ઐતિહાસિક રામમંદિર શિલાન્યાસ સમારંભની ઉજવણી કરવા માટે વોશીંગ્ટન ડીસી ખાતેનાં અમેરિકન કેપીટલ હિલ પર ભેગા થઈ ગયા. અહિંયા રામમંદિરની ઝાંખી કરાવતી ટ્રકે કેપિટલ હિલનો ચક્કર લગાવ્યો, એ પહેલા પણ હિંદુ નેતાઓએ જાણકારી આપી હતી કે અમેરિકા ભરમાં મંદિરમાં વિશેષ પુજા કરવામાં આવશે. અને સાથે જ દીવો પણ પ્રગટાવશે. વોશીંગ્ટન ડીસી આસપાસનાં ભારતીય-અમેરિકનોએ LED ચિત્રો સાથેની પ્રદર્શની વાળી ટ્રકે વ્હાઈટ હાઉસ અને કેપીટલ હાઉસનો ચક્કર લગાવ્યો. જાણકારી મુજબ હિન્દુ મંદિર કાર્યકારી સંમેલન અને હિન્દુ મંદિર પુજારી સંમેલને આ કાર્યક્રમનો આનંદ લેવા માટે પુરા અમેરિકામાં ડિજીટલ રૂપથી સામૂહિક રાષ્ટ્રીય પ્રાર્થના કરવાનું આહ્વાન પણ કર્યું તો ન્યૂયોર્ક શહેરમાં પણ હિન્દુ સમુદાયના લોકોએ ઐતિહાસિક ઉજવણીમાં ભાગ લીધો હતો.

અમેરિકામાં આજે ન્યૂયોર્ક સ્થિત ટાઈમ્સ સ્ક્વેરમાં વિશાળ બિલબોર્ડ પર ભગવાન રામ અને ભવ્ય રામ મંદિર 3-ડી ચિત્ર અને સંબંધિત વસ્તુઓનું પ્રદર્શન નહી કરવામાં આવે. જો કે આ સ્ક્રીનને દુનિયાની સૌથી મોટી સ્ક્રીનમાં સામેલ કરવામાં આવી શકે છે. જો કે અમેરિકન મિડિયાનાં સમાચાર પ્રમાણે ઈમામ નેટ સહિત લઘુમતિ સંગઠનની ફરિયાદ પર અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલી જાહેરાતનું પ્રસારણ કરવાથી ઈન્કાર કરી દીધો હતો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Next Article