Breaking: અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોન બહાર હુમલો, ફાયરિંગથી ખળભળાટ

|

Aug 04, 2021 | 7:15 AM

અમેરિકાની ડીફેન્સ સંસ્થા પેન્ટાગોન બહાર હુમલો થયો છે. થોડા સમય સુધી ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો. પોલીસ હુમલાની તપાસ કરી રહી છે.

Breaking: અમેરિકાના રક્ષા વિભાગના મુખ્યાલય પેન્ટાગોન બહાર હુમલો, ફાયરિંગથી ખળભળાટ
Attack outside the Pentagon, the headquarters of the US Department of Defense

Follow us on

અમેરિકા પેન્ટાગોન (Pentagon Firing) બહાર મોટો હુમલો થયાના અહેવાલ આવ્યા છે. પેન્ટાગોન બહાર ફાયરીંગ બાદ એલર્ટ જાહેર કરાયું અને પોલીસ હાલમાં તપાસમાં લાગી છે.

અમેરિકાના સંરક્ષણ વિભાગના મુખ્ય મથક પેન્ટાગોન પર મંગળવારે સવારે અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. સંરક્ષણ વિભાગના પ્રવક્તા અનુસાર, આ નિર્ણય પેન્ટાગોનના મેટ્રો સ્ટેશન નજીક બસ પ્લેટફોર્મ પર થયેલી ગોળીબારની ઘટના બાદ લેવામાં આવ્યો હતો. બાદમાં પેન્ટાગોન આ ફરી ખોલવામાં આવ્યું છે. ઘટના બાદ તરત જ પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સીને એલર્ટ મોકલવામાં આવ્યું હતું. જે બાદ તમામ અધિકારીઓને બિલ્ડિંગની અંદર રહેવાનું કહેવામાં આવ્યું. મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, ન તો તે જાણી શકાયું છે કે બંદૂકધારીની ધરપકડ કરવામાં આવી છે કે નહીં.

મંગળવારે સવારે 11 વાગ્યા પછી (સ્થાનિક સમય), પેન્ટાગોન ફોર્સ પ્રોટેક્શન એજન્સી (PFPA) એ ટ્વિટ કર્યું હતું કે, ‘પેન્ટાગોન ટ્રાન્ઝિટ સેન્ટરમાં બનેલી ઘટના બાદથી પેન્ટાગોન હાલમાં લોકડાઉનમાં છે. અમે લોકોને આ વિસ્તારમાં આવવાનું ટાળવા કહ્યું છે. વધુ વિગતો ટૂંક સમયમાં આવશે. ‘મેટ્રો સ્ટેશન અને બસ સ્ટોપ પેન્ટાગોન બિલ્ડિંગ (Pentagon Metro Station) ની બહાર જ આવેલું છે. આવી સ્થિતિમાં, મેટ્રોમાં મુસાફરી કરતા લોકોએ બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ભૂતકાળમાં પણ બની આવી ઘટના

પેન્ટાગોનની આસપાસ આવું પહેલી વાર નથી થયું. આ પહેલા ઘણી મોટી ઘટનાઓ બની છે, જેના કારણે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરની સુરક્ષા અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા છે. પેન્ટાગોન મેટ્રો સ્ટેશન માર્ચ 2020 માં સવારે 9 વાગ્યાની આસપાસ એક વ્યક્તિની છરીના ઘા માર્યા બાદ બંધ કરવામાં આવ્યું હતું (Pentagon Closed). પછી પાછળથી તે જ દિવસે લગભગ 2:30 વાગ્યે ખોલવામાં આવ્યું હતું. જો કે, તાજેતરની ઘટના વિશે હજી સુધી વધુ માહિતી શેર કરવામાં આવી નથી.

પત્રકારે ગોળીબારનો અવાજ સાંભળ્યો

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે ગોળીબારની ઘટનાથી પરિચિત બે લોકોએ નામ ન આપવાની વિનંતીએ જણાવ્યું છે કે ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસ તપાસને કારણે મેટ્રો સબવે ટ્રેનોને પેન્ટાગોન સ્ટેશન પર ન રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એક એસોસિએટેડ પ્રેસ (એપી) પત્રકારે (Pentagon US Firing) ઘણી ગોળીઓ ચાલ્યાનો અવાજ સાંભળ્યો હતો. જોકે, અત્યાર સુધી રાષ્ટ્રપતિ જો બિડેન અથવા સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિન તરફથી કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

 

આ પણ વાંચો: અફઘાનિસ્તાન: રાજધાની કાબુલમાં સંરક્ષણ મંત્રીના ઘર પાસે જબરદસ્ત વિસ્ફોટ, ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ

આ પણ વાંચો: શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ

Published On - 6:52 am, Wed, 4 August 21

Next Article