Tehreek-e-Taliban Pakistan attack: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન આર્મી પર હુમલો, TTP એ 5 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા

|

Feb 07, 2022 | 8:25 AM

જાન્યુઆરીના અંતમાં યુસુફે કહ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર વિશે સંપૂર્ણ રીતે આશાવાદી નથી કારણ કે સંગઠિત આતંકવાદી નેટવર્ક હજુ પણ યુદ્ધગ્રસ્ત દેશમાં સક્રિય છે અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે.

Tehreek-e-Taliban Pakistan attack: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન આર્મી પર હુમલો, TTP એ 5 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા
symbolic Image

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) પાકિસ્તાની (pakistan) તાલિબાન (Taliban) આતંકવાદીઓ દ્વારા સરહદ પારથી કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. સેનાએ આ જાણકારી આપી હતી . સેનાએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પાર ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને ગુપ્તચર અહેવાલો અનુસાર આતંકવાદીઓને ઘણું નુકસાન થયું છે. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફે ટીટીપી તરફથી પાકિસ્તાનને આપેલા ખતરાનો ઉલ્લેખ કર્યાના દિવસો બાદ આ હુમલો થયો છે. જેમાં પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. જાન્યુઆરીના અંતમાં યુસુફે કહ્યું હતું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર વિશે સંપૂર્ણ રીતે આશાવાદી નથી કારણ કે સંગઠિત આતંકવાદી નેટવર્ક હજુ પણ યુદ્ધગ્રસ્ત દેશમાં સક્રિય છે અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે.

મોઇદ યુસુફે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર વિદેશ બાબતોની નેશનલ એસેમ્બલીની સ્ટેન્ડિંગ કમિટીને માહિતી આપતાં આ વાત કહી. તેણે અફઘાનિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ની હાજરીથી પાકિસ્તાનને ઉભા થયેલા ખતરા અંગે પણ વાત કરી હતી.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મોઇદ યુસુફે આ સાથે જ કહ્યું હતું કે, “અફઘાનિસ્તાનમાં હજુ પણ સંગઠિત આતંકવાદી નેટવર્ક કાર્યરત છે અને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ હજુ પણ પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે.” તેમણે કહ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને લઈને સંપૂર્ણ રીતે આશાવાદી નથી અને તાલિબાનના સત્તામાં આવવાથી તમામ સમસ્યાઓના સંપૂર્ણ ઉકેલની અપેક્ષા ન રાખવી જોઈએ.

પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના નિવેદન બાદ થયેલા આ હુમલાએ તેમની વાતને સાબિત કરી દીધી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી હુમલા થયા છે. પાકિસ્તાનને આશા હતી કે તાલિબાન સત્તામાં આવ્યા બાદ અફઘાન જમીનનો ઉપયોગ ઈસ્લામાબાદ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે નહીં થાય.

તાલિબાને ટીટીપી પર કાર્યવાહી કરી નથી

પરંતુ તાલિબાને, ટીટીપી સામે કોઈ પગલાં લેવાને બદલે પાકિસ્તાનને તેમની સાથે વાતચીત કરવા માટે સમજાવ્યું હતું. જે ઈસ્લામાબાદે એવી આશા સાથે કર્યું કે અફઘાન તાલિબાન ટીટીપીને વશ કરવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરશે.

વાસ્તવમાં TTP એ અગાઉ 9 નવેમ્બરે એક મહિનાના યુદ્ધવિરામની જાહેરાત કરી હતી અને તેમના શરિયા નિયમોના અમલીકરણ અને અટકાયત કરાયેલા તમામ બળવાખોરોની મુક્તિ સહિતની કડક શરતો રજૂ કરી હતી. આના પર પાકિસ્તાન સરકારને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો અને તેણે માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેના જવાબમાં પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર દ્વારા ઇનકાર કર્યા પછી TTP એ યુદ્ધવિરામ પૂર્ણ કરવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો : Papaya Farming : ભારતમાં ખેડૂતો પપૈયાની ખેતી પર આપી રહ્યા છે વધુ ધ્યાન, નર્સરી તૈયાર કરવામાં રાખવું પડશે આ વાતનું ધ્યાન

આ પણ વાંચો : UP Election 2022: અખિલેશ યાદવનો મોટો આરોપ, સમાજવાદી પાર્ટીની તાકાત જોઈને સમર્થકોને ફોન પર આપવામાં આવી રહી છે ધમકી

Next Article