આફ્રિકન દેશોમાં મોતનો આંતક! નાઈજીરીયામાં 30, બુર્કિના ફાસોમાં 44 અને કોંગોમાં 22 નાગરિકોની કરાઇ હત્યા

|

Apr 09, 2023 | 9:17 AM

સેનાએ આ હુમલા માટે એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસને જવાબદાર ઠેરવ્યા છે અને માહિતી આપી છે કે તેમાં 20 લોકોના મોત થયા છે.

આફ્રિકન દેશોમાં મોતનો આંતક! નાઈજીરીયામાં 30, બુર્કિના ફાસોમાં 44 અને કોંગોમાં 22 નાગરિકોની કરાઇ હત્યા
Attack kills around 20 in eastern Congo,Islamic State claims responsibility

Follow us on

પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના એક ગામમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં લગભગ 20 લોકોના મોત થયા છે.આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. ઇસ્લામિક સ્ટેટે ટેલિગ્રામ પર એક નિવેદનમાં હુમલાની જવાબદારી લીધી છે. મળતી માહિતી મુજબ, આ હુમલો શુક્રવારે બેનીની સીમમાં આવેલા ગામ મુસાંડાબામાં થયો હતો. સેના અને સ્થાનિક અધિકારીઓએ આ હુમલા માટે એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ (ADF) પર આરોપ લગાવ્યો છે. ADF એ પૂર્વીય કોંગોમાં સ્થિત યુગાન્ડા જૂથ છે જે ઇસ્લામિક સ્ટેટ પ્રત્યે વફાદારીનું વચન આપે છે.

બેની ક્ષેત્રના સૈન્ય પ્રશાસક કર્નલ ચાર્લ્સ ઓમેગાએ હુમલામાં 20 લોકોના મોતની જાણ કરી અને હુમલા માટે ADFને જવાબદાર ઠેરવ્યું. બીજી તરફ, સ્થાનિક કાર્યકર્તા જનવીર કસેરેકા કસાઈરીઓએ માહિતી આપી છે કે 22 મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ઉત્તર કિવુ પ્રદેશમાં સેનાના પ્રવક્તા એન્થોની મ્વાલુશાયએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ સેનાથી બચવા માટે છરીઓનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : યુક્રેનના નાયબ વિદેશ મંત્રી 4 દિવસની ભારત મુલાકાતે આવશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

બુર્કિના ફાસોમાં પણ હુમલામાં 44 લોકોના મોત થયા હતા

આ સિવાય પશ્ચિમ આફ્રિકાના દેશ બુર્કિના ફાસોમાં પણ મોટો હુમલો થયો છે, જેમાં 44 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, જેહાદીઓએ બુર્કિના ફાસોના ઉત્તરી વિસ્તારમાં આ હુમલો કર્યો છે. આ દરમિયાન જેહાદીઓએ કુરાકુ અને તોંડોબી નામના બે ગામોને નિશાન બનાવ્યા હતા.

નાઈજીરીયામાં 30 લોકોના મોત થયા છે

આ સિવાય નાઈજીરિયામાં પણ મોટો હુમલો થયો છે જ્યાં બંદૂકધારીઓના હુમલામાં 30 લોકોના મોત થયા છે. આ હુમલો ઉત્તર નાઈજીરીયાના એક કેમ્પમાં થયો હતો. મળતી માહિતી મુજબ, આ દરમિયાન બંદૂકધારીઓએ શુક્રવારે સામાન્ય નાગરિકો પર અચાનક ગોળીબાર કર્યો હતો, જેમાં 30 લોકોના મોત થયા હતા. ઘટના બેનુ રાજ્યના મગાબન ગામની છે. જોકે આ હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી, પરંતુ તેની પાછળ ભરવાડોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દુનિયાના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article