આર્મેનીયા – અજરબૈઝાન વચ્ચે ફરી શરૂ થયુ યુદ્ધ, આર્મેનીયાના 15 જવાનો શહીદ

Armenia - Azerbaijan war : ઉલ્લેખનીય છે કે, બંને દેશો વચ્ચે ગત વર્ષે 29 દિવસ યુદ્ધ ચાલ્યું હતું અને બંને રાષ્ટ્રો વચ્ચે શાંતિની સ્થાપવા માટે અમેરિકાએ પહેલ કરી હતી.

આર્મેનીયા - અજરબૈઝાન વચ્ચે ફરી શરૂ થયુ યુદ્ધ, આર્મેનીયાના 15 જવાનો શહીદ
Armenia - Azerbaijan war resumes, 15 Armenians killed (Symbolic image)
| Edited By: | Updated on: Nov 16, 2021 | 11:37 PM

આર્મેનીયા – અજરબૈઝાન વચ્ચે ફરી યુદ્ધ (Armenia – Azerbaijan war) શરૂ થઈ ગયુ છે. આ લોહીયાળ જંગમા આર્મેનિયાના 15 જવાનો શહીદ થયા છે. આ યુદ્ધમાં અજરબૈઝાને આર્મેનિયાની ટેંકોને નિશાન બનાવી છે. ઉલ્લેખનીય છે કે,  ગતવર્ષમાં પણ બંને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થયુ હતું જે 29 દિવસ ચાલ્યું હતું અમેરિકાની (US) પહેલ દ્વારા આ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ હતી. આ યુદ્ધમાં લગભગ 5000 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. સમગ્ર વિશ્વની નજર આ યુદ્ધ પર હતી. પરંતુ યુદ્ધ વિરામની જાહેરાતથી સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હવે ફરી યુદ્ધ શરૂ થતા એક ચિંતાની લાગણી ઉદ્ભવી છે.

અમેરિકાની પહેલથી શાંતિ સ્થપાઈ હતી
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 29 દિવસથી ચાલેલા યુદ્ધનો  અંત આવ્યો હતો. બંને દેશો માનવતાવાદી યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. યુદ્ધ બાદ બંને દેશોના પ્રતિનિધિઓએ યુદ્ધવિરામનું પાલન કરવાની મંજૂરી આપી દીધી હતી.

અમેરિકાની પહેલ પર બંને દેશો વચ્ચે શાંતિની પુનઃસ્થાપના થઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ આની જાહેરાત કરી હતી. તત્ટ્રકાલીન અમેરિકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  યુદ્ધવિરામ માટે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને અભિનંદન પણ પાઠવ્યા હતા.

નોંધનીય છે કે, નાગોર્નો-કારાબાખને લઈને આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે લગભગ એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશોના પાંચ હજાર લોકો માર્યા ગયા છે. વિશ્વની નજર આ યુદ્ધ પર હતી, જોકે યુદ્ધવિરામ બાદ શાંતિ સ્થાપિત થશે એવી સૌ કોઈને આશા હતી.

યુદ્ધને રોકવા માટે રશિયા તરફથી પણ કરવામાં આવ્યા પ્રયત્નો

ગયા વર્આષે થયેલા ર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના યુદ્ધને રોકવા માટે રશિયા તરફથી મધ્યસ્થી કરવાના બે પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ  બંને વખત યુદ્ધવિરામ ટક્યો નહીં અને યુદ્ધ ફરી શરૂ થયું હતું. એ જ રીતે  તમામની નજર અમેરિકા દ્વારા કરવામાં આવેલ યુદ્ધવિરામ કેટલો સમય ચાલે છે તેના પર ટકેલી હતી. પરંતુ  હવે ફરી યુદ્ધ શરૂ થવાને કારણે સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો છવાયા છે.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: નવાબ મલિકનો નવો ખુલાસો, ગોસાવી અને કાશિફ ખાનની વોટ્સએપ ચેટ શેર કરી પૂછ્યું- આની સાથે સમીર વાનખેડેનો શું સંબંધ છે?

Published On - 8:52 pm, Tue, 16 November 21