ઈઝરાયેલ અને હમાસ (Israel Hamas war) વચ્ચે લગભગ છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલના સંરક્ષણ દળો ગાઝા પટ્ટી પર ભારે બોમ્બમારો કરી રહ્યા છે. આ બંને વચ્ચેના યુદ્ધ વચ્ચે લેબનોનનું આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે.
ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેની દક્ષિણ સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય સુરક્ષા દળો નજર રાખી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપીંગ ફોર્સમાં મોટી સંખ્યામાં ભારતીય સુરક્ષા દળો છે. જે યુનાઈટેડ નેશન્સ પીસ કીપિંગ ફોર્સ માટે કામ કરી રહ્યા છે.
ભારતીય સુરક્ષા દળોને લેબનાનના સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ કોઈ દેશ સામે લડવા કે તેમના મદદ માટે તૈનાત નથી. ઈઝરાયેલની લડાઈ લેબનોની સેના સાથે નહિ, પરંતુ લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે છે.
આ લડાઈમાં લેબનોનના સામાન્ય નાગરિકો ભોગ ન બને તે માટે ભારતીય સુરક્ષા દળોને લેબનોનની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે. ઈઝરાયેલે આ લડાઈમાં લેબનોનના નાગરિકોને લેબનોન બોર્ડર એરિયામાં 2 કિમી સુધીનો વિસ્તાર ખાલી કરવા સુચના આપી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો