અમેરિકાએ GSPનો દરજ્જો છીનવી લીધો હતો, ભારતે હવે લીધુ આ પગલું

ભારતે અમેરિકાની 29 ચીજ-વસ્તુઓની આયાત પર જરૂરી ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 5 જૂને Generalized system of preferences (GSP) હેઠળ ભારત માટે 5.6 અરબ ડૉલરની વેપાર રાહતને ખત્મ કરી દીધી હતી. સરકારના આ નિર્ણયથી તેનો જવાબ આપવામાં આવ્યો છે. આ ટેક્સ 16 જૂનથી લાગૂ થશે. ભારતે આ કરની જાહેરાત 20 જૂન […]

અમેરિકાએ GSPનો દરજ્જો છીનવી લીધો હતો, ભારતે હવે લીધુ આ પગલું
| Updated on: Jun 15, 2019 | 3:51 AM

ભારતે અમેરિકાની 29 ચીજ-વસ્તુઓની આયાત પર જરૂરી ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 5 જૂને Generalized system of preferences (GSP) હેઠળ ભારત માટે 5.6 અરબ ડૉલરની વેપાર રાહતને ખત્મ કરી દીધી હતી. સરકારના આ નિર્ણયથી તેનો જવાબ આપવામાં આવ્યો છે.

આ ટેક્સ 16 જૂનથી લાગૂ થશે. ભારતે આ કરની જાહેરાત 20 જૂન 2018ના રોજ કરી હતી. 1.4 બિલિયન ડૉલરની અમેરિકી ચીજ વસ્તુઓ પર 235 મિલિયન ડૉલરનો કર લગાવવાનો નિર્ણય ભારતે લાંબા સમયથી ટાળ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાણિજ્ય મંત્રાલયના આ પગલાને વિદેશ મંત્રાલયે પણ લીલી ઝંડી આપી દીધી છે. ટ્રમ્પ સરકારે ભારતની રૂશી મિસાઈલ S-400 ડિફેન્સ સિસ્ટમની ખરીદી પર સવાલ ઉઠાવ્યા હતા. ગયા અઠવાડિયે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે અમેરિકાના GSP રાહતને ખત્મ કરવાના નિર્ણયને ભારતે માન્ય રાખ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકા અને અન્ય દેશોની જેમ ભારત હંમેશા આ મામલે તેના રાષ્ટ્રીય હિતને જાળવી રાખશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: VIDEO: ડભોઈના ફરતીકૂઈ ગામ પાસે આવેલી દર્શન હોટલમાં ગેસ ગળતરથી 7 મજૂરોના મોત, હોટલ માલિક અને ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]