Alzheimer’s Disease: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે

|

Jun 08, 2021 | 9:43 AM

આ ખતરનાક બીમારીનું નામ છે અલ્ઝાઇમર. અલ્ઝાઇમર (Alzheimer's disease) એ મગજનો એક પ્રગતિશીલ રોગ છે જેમાં દર્દી શરીર પરનો પોતાનો નિયંત્રણ ગુમાવે છે. તેની યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે.

Alzheimers Disease: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

તમે કદાચ હોલીવુડની ફિલ્મ 50 First Dates જોઈ હશે. આ ફિલ્મે ઘણા બધા અવોર્ડ પોતાને નામ કર્યા હતા. આ ફિલ્મ જેવી જ બોલીવુડમાં ફિલ્મ આવી હતી “યુ મી ઔર હમ”. જે પડદા પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. જી હા આ બંને ફિલ્મ આજે એટલા માટે યાદ આવે કે આ ફિલ્મોની વાર્તા આ અહેવાલની બીમારી પર જ આધારિત છે.

અલ્ઝાઇમર એક ખતરનાક બીમારી

આ ખતરનાક બીમારીનું નામ છે અલ્ઝાઇમર. અલ્ઝાઇમર (Alzheimer’s disease) એ મગજનો એક પ્રગતિશીલ રોગ છે જેમાં દર્દી શરીર પરનો પોતાનો નિયંત્રણ ગુમાવે છે. તેની યાદશક્તિ પણ ગુમાવવા લાગે છે. જોવા જઇએ તો આ બીમારીનું પ્રમાણ હવે વધ્યું છે. ટૂંકમાં ભૂલવાની બીમારી પણ અલ્ઝાઇમર જ છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

અલ્ઝાઇમરની સારવાર માટેની દવાને મંજૂરી આપી

યુએસ સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ આશરે 20 વર્ષના વિચાર-વિમર્શ પછી અલ્ઝાઇમર રોગની સારવાર માટેની નવી દવાને મંજૂરી આપી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ કહ્યું છે કે તે બાયોજેન કંપની દ્વારા વિકસિત દવાના ઉપયોગને મંજૂરી આપી રહી છે.

એફડીએએ કહ્યું છે કે નવી દવા રોગના પ્રભાવને પછો કરવામાં મદદ કરશે. તેમજ તેની આડઅસર પણ ઓછી થશે. આ નિર્ણયથી લાખો વૃદ્ધ અમેરિકન નાગરિકો અને તેમના પરિવારોને મોટી રાહત મળશે.

યાદશક્તિ ગુમાવવાની સ્પીડ ઓછી થશે

આ નવી દવા જાપાનની આઈસાઈ કંપનીના સહયોગથી બાયોજેન દ્વારા વિકસાવવામાં આવી છે. આ મગજમાં થતા નુકસાનની ભરપાઇ તો નહીં કરી શકે, પરંતુ તે ભવિષ્યમાં થતાં નુકસાનના દરને ચોક્કસપણે ધીમું કરશે. આ દવા દર ચાર અઠવાડિયામાં એકવાર આપવી પડશે. કેટલાક નિષ્ણાતો માને છે કે ડિમેન્શિયાના દર્દીઓને પણ આ દવાથી ફાયદો થશે. આનાથી તેમનામાં મેમરી લોસ થવાની એટલે કે યાદશક્તિ ગુમાવવાની સ્પીડ ઓછી થશે.

 

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: જાણો કયા લોકો હવે માત્ર 28 દિવસ બાદ લઇ શકશે કોવિશિલ્ડનો બીજો ડોઝ

આ પણ વાંચો: રેશનનું અનાજ લેનારા લોકોને સરકારે આપી મોટી રાહત, ડીલર પસંદગીનો મળ્યો વિકલ્પ , જાણો પ્રક્રિયા

Published On - 9:05 am, Tue, 8 June 21

Next Article