Afghanistan: આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યું તાલિબાન, ગુરુદ્વારામાંથી દૂર કરાયેલા નિશાન સાહિબને પુન:સ્થાપિત કરાયા

|

Aug 07, 2021 | 4:38 PM

તાલીબાન દ્વારા અફઘાનિસ્તાનના પખ્તિયા પ્રાંતના એક ગુરુદ્વારામાંથી શીખ ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ હટાવી દેવામાં આવ્યું હતું તેને ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા છે.

Afghanistan: આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યું તાલિબાન, ગુરુદ્વારામાંથી દૂર કરાયેલા નિશાન સાહિબને પુન:સ્થાપિત કરાયા
Nishan Sahib re-established in Gurdwara Thala Sahib

Follow us on

તાલીબાન (Taliban) દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan) પખ્તિયા પ્રાંતના (Paktia province) એક ગુરુદ્વારામાંથી શીખ ધાર્મિક ધ્વજ નિશાન સાહિબ હટાવી દેવામાં આવ્યું હતું. જેને ફરીથી સ્થાપિત કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય દબાણ અને ભારતની નિંદા વચ્ચે તાલિબાન અધિકારીઓ અને સુરક્ષા દળોએ ગુરુદ્વારા થાલા સાહિબની ( (Gurdwara Thala Sahib) ) મુલાકાત લીધી હતી.

તાલિબાને એમ પણ કહ્યું હતું કે, ગુરુદ્વારા તેના રિવાજો અનુસાર કામ કરવાનું ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે, ચમકાની વિસ્તારમાં જ્યાં આ ગુરુદ્વારા આવેલું છે ત્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક (Guru Nanak) દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી.

ગુરુદ્વારાના રખેવાળ રહેમાન ચમકણીએ જણાવ્યું હતું કે, ગત રાત્રે નિશાન સાહિબને ફરી એક વખત ઐહાસિક ગુરુદ્વારા પર સંપૂર્ણ સન્માન સાથે મૂકવામાં આવ્યા હતા. તેમણે વધુમાં માહિતી આપી હતી કે, તાલિબાન અધિકારીઓ તેમના દળો સાથે ગઈ સાંજે ફરી ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુરુદ્વારાના તેમના રિવાજો હેઠળ કામ કરવાની વાત કરી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ સાથે, તેમણે નિશાન સાહિબને તાત્કાલિક તેમની હાજરીમાં મૂકવાની સૂચના પણ આપી હતી. તે જ સમયે રહેમાન ચમકણીએ કહ્યું કે, તેઓ અને બાકીના લોકો અફઘાનિસ્તાનમાં લઘુમતીઓના અધિકારો સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોની પ્રશંસા કરે છે.

ભારતે નિશાન સાહિબ હટાવવાની ઘટનાની નિંદા કરી હતી

ભારતે શુક્રવારે તાલિબાન દ્વારા નિશાન સાહિબ હટાવવાની નિંદા કરી હતી. તે જ સમયે, તેમણે તેમની મક્કમ માન્યતાને પુનરાવર્તિત કરી કે, અફઘાનિસ્તાનનું ભવિષ્ય એવું હોવું જોઈએ જ્યાં લઘુમતીઓ અને મહિલાઓ સહિત અફઘાન સમાજના તમામ વર્ગોના હિતો સુરક્ષિત હોય. અગાઉ પણ ભારતે યુદ્ધગ્રસ્ત દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને શાંતિની હાકલ કરી હતી. અને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં શાંતિ ક્ષેત્રમાં કાયમી શાંતિ માટે મહત્વપૂર્ણ છે. ભારતે અફઘાનિસ્તાનના વિકાસ માટે શાંતિપૂર્ણ સંવાદના માર્ગ પર ભાર મૂક્યો છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનમાં શાંતિનો મુદ્દો પણ ચર્ચાયો છે.

 

આ પણ વાંચો: Live Tokyo Olympics 2020 Live : કુસ્તીમાં બજરંગ પુનિયાની શાનદાર જીત થઈ, ભારતના ખાતામાં કુલ 6 મેડલ થયા

Next Article