Afghanistan Crisis: હક્કાની નેટવર્ક સંબંધિત નિવેદનને કારણે અમેરિકા પર લાલચોળ થયેલા તાલિબાને કહ્યું – આવી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં

|

Sep 09, 2021 | 7:45 PM

તાલિબાને (Taliban) કહ્યું કે હક્કાની નેટવર્ક (Haqqani Network) અંગે અમેરિકા દ્વારા આપવામાં આવેલા નિવેદનોને સહન કરવામાં આવશે નહીં. આવા નિવેદનો તેના માટે ખતરનાક બની શકે છે.

Afghanistan Crisis: હક્કાની નેટવર્ક સંબંધિત નિવેદનને કારણે અમેરિકા પર લાલચોળ થયેલા તાલિબાને કહ્યું - આવી કાર્યવાહી સહન કરવામાં આવશે નહીં
File Photo

Follow us on

અમેરિકા (America) અફઘાનિસ્તાનમાં (Afghanistan) નવી તાલિબાન (Taliban) સરકાર અંગે ચિંતિત લાગે છે. હકીકતમાં અમેરિકાએ કહ્યું છે કે આ સરકારમાં જે લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમને મુખ્ય હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે. તેમાંથી ઘણાને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવે છે. આ જ કારણ છે કે તેમના પર વિશ્વાસ ન કરી શકાય.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ સાથે જ અમેરિકાના આ નિવેદન પર તાલિબાન ગુસ્સે ભરાયા છે. તાલિબાને કહ્યું છે કે અમેરિકા દ્વારા આ પ્રકારના નિવેદનો સહન કરવામાં આવશે નહીં. મોટાભાગનો વિવાદ હક્કાની નેટવર્કના (Haqqani Network) સિરાજુદ્દીન હક્કાની વિશે છે.

 

તાલિબાને એક નિવેદન બહાર પાડતા કહ્યું કે “પેન્ટાગોનના અધિકારીઓએ ટિપ્પણી કરી છે કે ઈસ્લામિક અમીરાતના કેટલાક કેબિનેટ સભ્યો અથવા હક્કાની સાહિબના પરિવારના સભ્યો યુએસ બ્લેકલિસ્ટમાં છે અને હજુ પણ તેમને નિશાન બનાવવામાં આવ્યા છે.” અમીરાત અમેરિકાના આ નિવેદનને દોહા કરાર સ્પષ્ટ ઉલ્લંઘન માને છે, જે ન તો યુનાઈટેડ સ્ટેટ્સ કે અફઘાનિસ્તાનના હિતમાં છે. ઉગ્રવાદી સંગઠને કહ્યું કે હક્કાની સાહબનો પરિવાર ઈસ્લામિક અમીરાતનો ભાગ છે અને તેનું અલગ નામ કે સંગઠનાત્મક માળખું નથી.

 

 

 

અમેરિકા અને અન્ય દેશો અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યા છે

પોતાના નિવેદનમાં તાલિબાને કહ્યું કે “ઈસ્લામિક અમીરાતના તમામ અધિકારીઓ દોહા કરાર હેઠળ અમેરિકા સાથે વાટાઘાટોનો ભાગ હતા.” આ સ્થિતિમાં તેને સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાની બ્લેકલિસ્ટમાંથી તાત્કાલિક હટાવી દેવો જોઈએ. આ એક માંગ છે જે આજ સુધી ચાલુ છે.

 

તેમાં કહેવામાં આવ્યું છે કે ‘અમેરિકા અને અન્ય દેશો આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યા છે અને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈસ્લામિક અમીરાત આવા નિવેદનોની સખત નિંદા કરે છે. અમે અમેરિકાને તાત્કાલિક રાજદ્વારી વાટાઘાટો દ્વારા આ ખોટી નીતિઓ બદલવાની વિનંતી કરીએ છીએ.

 

સિરાજુદ્દીન હક્કાની પર 10 મિલિયન ડોલરનું ઈનામ


ખરેખર સૌથી વધુ વિવાદ સિરાજુદ્દીન હક્કાની વિશે થઈ રહ્યો છે. જે તાલિબાન સરકારમાં સામેલ હતા. અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાની પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. તેમને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે તેઓ આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના વડા છે. તાલિબાન સરકારમાં આવા અનેક નામો સામેલ છે. જે સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. આ સિવાય આવા ઘણા નેતાઓ છે, જેમના પર અમેરિકાએ પોતે ઈનામ જાહેર કર્યું છે.

 

 

આ પણ વાંચો : Afghanistan Crisis: તાલિબાને વધુ એક વચન તોડયું, કાબુલમાં નોર્વેના દૂતાવાસ પર કબજો કરી, બાળકોના પુસ્તકો ફાડયા

 

આ પણ વાંચો :Ganesh Chaturthi 2021: ચતુર્થી પર ચંદ્ર દર્શન બાદ ભગવાન કૃષ્ણ પર લાગ્યો હતો ચોરીનો આરોપ !

Next Article