અફઘાનિસ્તાન મામલે રશિયાએ અમેરિકા પર સાધ્યું નિશાન, પુતિને કહ્યું – અમેરિકન સૈનિકો ઉતાવળમાં નથી પરંતુ આ કારણે ભાગ્યા

|

Sep 18, 2021 | 5:13 PM

અફઘાનિસ્તાન(Afghanistan) પર તાલિબાને(Taliban) કબ્જો કર્યા બાદ મુશ્કેલી આવી રહી છે. રશિયાએ ફરી એકવાર અમેરિકા પર નિશાન સાધ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે અમેરિકાએ જે રીતે આ દેશ છોડી દીધો છે, તે ઉતાવળમાં ભરેલુ પગલું નથી લાગતું.

અફઘાનિસ્તાન મામલે રશિયાએ અમેરિકા પર સાધ્યું નિશાન, પુતિને કહ્યું - અમેરિકન સૈનિકો ઉતાવળમાં નથી પરંતુ આ કારણે ભાગ્યા
Vladimir Putin

Follow us on

તાલિબાને (Taliban) આખરે 20 વર્ષ બાદ અફઘાનિસ્તાન (Afghanistan) પર કબ્જો કરી લીધો છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે અમેરિકાએ સૈનિકોને પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આ માટેની તૈયારીઓ પણ મહિનાઓ અગાઉથી શરૂ થઈ ગઈ હતી.

 

પરંતુ આ વચ્ચે રશિયા માને છે કે જે રીતે અમેરિકા આ ​​દેશમાંથી બહાર નીકળ્યું છે તેને સ્થળાંતર ઓછું અને બચવા માટે ભાગ્યા હોય તેવું વધુ લાગે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) શુક્રવારે કહ્યું હતું કે તેમના માનવા મુજબ અમેરિકા અફઘાનિસ્તાનથી ભાગી ગયું છે.

 

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

પુતિન ચીન અને ભારત સહિત આઠ દેશોના સમૂહ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં આ વાત કહી હતી. પુતિને કહ્યું હતું કે “અત્યારે અમારું સંગઠન જે વસ્તુનો સામનો કરી રહ્યું છે તે અફઘાનિસ્તાનમાં વધતા તણાવ સાથે સંકળાયેલુ ગંભીર જોખમ છે.” આ જોખમોનું અવલોકન કર્યા પછી આપણે એક સંકલિત નીતિને અનુસરવી પડશે.

 

આ પછી પુતિને કહ્યું કે અમેરિકા અને નાટો દેશો જે રીતે ચાલ્યા હતા. તેનાથી લાગે છે કે તેઓને બચાવીને ભાગી ગયા છે. SCO દેશોમાં પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનનો પણ સમાવેશ થાય છે, જેનાથી અફઘાનિસ્તાનની સરહદો જોડાયેલી છે.

 

આતંકવાદ અને ઉગ્રવાદને રોકવાની જરૂરિયાત

રશિયાના રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે તમામ આઠ દેશોએ અફઘાનિસ્તાનમાંથી આતંકવાદ, ડ્રગની દાણચોરી અને ઉગ્રવાદને એસસીઓ ક્ષેત્રમાં પ્રવેશતા અટકાવવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે પુતિને અફઘાનિસ્તાનના મુદ્દે અમેરિકાના જવા પર ટીકા કરી નથી. તેના બદલે આ મહિનાની શરૂઆતમાં પણ તેમણે બ્રિક્સ દેશોના નેતાઓને કહ્યું હતું કે નાટોએ અફઘાનિસ્તાનમાં ગડબડી પેદા કરે છે અને હવે સમગ્ર વિશ્વએ તેને ઠીક કરવું પડશે.

 

પરંપરાઓની અવગણના કરવાનો આરોપ

પુતિને કહ્યું હતું કે “મેં આ ઘણી વખત કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં હાલની કટોકટી બહારથી વિદેશી મૂલ્યો લાદવાના બેજવાબદાર પ્રયાસો અને કહેવાતા લોકશાહી માળખું બનાવવાની રાજકીય ઈજનેરીની ઈચ્છાનું સીધું પરિણામ છે. જે અન્ય દેશના ઈતિહાસને કે રાષ્ટ્રીય વિશેષતાઓને ધ્યાનમાં રાખે છે.

 

આ સાથે જ પુતિને અમેરિકા અને તેના સહયોગીઓ પર એવો આરોપ મૂક્યો કે પરંપરાઓની અવગણના કરે છે, જેનાથી અન્ય દેશો જીવન જીવે છે.” અમેરિકન સૈનિકોની પીછેહઠ વચ્ચે તાલિબાને ઝડપથી દેશ પર પોતાનો કબજો કરી લીધો હતો. 15 ઓગસ્ટના રોજ આ સંગઠને રાજધાની કાબુલમાં પ્રવેશ કર્યો અને સમગ્ર દેશ પર કબજો જાહેર કર્યો.

 

 

આ  પણ વાંચો : E-Auction of Gifts : નીરજ ચોપરાનું ભાલું ઈ-ઓક્શનના પ્રથમ દિવસે રૂ. 5 કરોડને પાર, લવલિનાના ગ્લોવ્સના રૂ.1.9 કરોડ બોલાયા

 

આ પણ વાંચો : પંજાબ કોંગ્રેસમાં બળવો: કેપ્ટન સામે 40 ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ આજે વિધાનસભા પક્ષની બેઠક

Next Article