લાખો રૂપિયામાં થઈ Adolf Hitlerના Toilet Seatની હરાજી, પત્નીની નાઇટી પણ વેચાઈ

|

Feb 11, 2021 | 3:44 PM

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક અમેરિકન સૈનિકે તાનાશાહ Adolf Hitlerની Toilet Seat લૂંટી હતી.

લાખો રૂપિયામાં થઈ Adolf Hitlerના Toilet Seatની હરાજી, પત્નીની નાઇટી પણ વેચાઈ
Hitler toilet seat auction

Follow us on

જર્મન તાનાશાહ Adolf Hitler ની ખાનગી Toilet Seatની હરાજી 18,750 US Dollar એટલે કે 13,65,000 રૂપિયામાં થઈ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક અમેરિકન સૈનિકે તાનાશાહ Adolf Hitlerની Toilet Seat લૂંટી. હકીકતમાં, જર્મન સરમુખત્યાર હિટલરે વિશ્વ યુદ્ધ દરમિયાન પીછેહઠ શરૂ કરી હતી. અને તે અમેરિકન સૈનિક રેઈનવાલ્ડ સી. બોર્ચે લૂંટી લીધી હતી. રેગવાલે કહ્યું હતું કે હિટલરના છુપાયેલા સ્થળે હુમલો કરતી વખતે, તેમના અધિકારીએ કહ્યું હતું કે તમે અહીંથી જે કાંઈ પણ લઈ શકતા હોય તે લઈ જાઓ. અમેરિકન સૈનિકે આ Toilet Seatને ન્યુજર્સીમાં તેના ઘરે બેસમેન્ટમાં રાખી હતી અને તેને ડિસ્પ્લેમાં મૂકી હતી.

લાખો રૂપિયામાં થઈ Adolf Hitlerના Toilet Seatની હરાજી

સરમુખત્યાર હિટલરની Toilet Seat ઉપરાંત તેની પત્ની ઈવાની ગુલાબી રંગની નાઇટની પણ હરાજી કરવામાં આવી છે. ખરીદનારે આના માટે 1,750 યુએસ ડોલરની બોલી લગાવી હતી. હરાજીની પ્રક્રિયા સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે સરમુખત્યાર સાથે બીજું તો શું ખરાબ હોઈ શકે છે કે તેની ટોઇલેટ સીટની હરાજી કરવામાં આવી હતી અને તેની પત્નીના કપડા પણ લોકોએ વેંચાતા લઈ લીધા. આ ઉપરાંત Adolf Hitler ના હેર બ્રશ અને તેના 4 દુર્લભ વાળની ​​પણ હરાજી કરવામાં આવી છે. આ વાળ હેરબ્રશમાંથી કાઢવામાં આવ્યા હતા અને તેમના માટે 1650 પાઉન્ડ મેળવ્યા હતા.
તાનાશાહ હિટલરની અંગત વસ્તુઓ માંથી તેનો શેવિંગ મગ પણ હરરાજીમાં વેચાય ગયો હતો. રેગનવાલ્ડ એ પહેલા સૈનિકોમાંથી કે જેઓ મૌકા ઉપર હજાર હતા કારણ કે તેને બંને ભાષાઓ જર્મન અને ફ્રાન્સીસી ભાષાઓ આવડે છે. તે ફ્રાંસના 2 આર્મ્ડ ડિવિઝનમાં એક સંપર્ક અધિકારી તરીકે કામ કરતાં હતા. તેઓને ટોઇલેટ સીટ વિશે વાત કરતાં જનવ્યું હતું કે હિટલરના અંગત ઉપીઓહગમાં લેવાતી વસ્તુઓમાંની એક આ વસ્તુ છે. જર્મન તાનાશાહ તેની ખૂંખાર હરકતોને કારણે આજે પણ લોકો તેને યાદ કરી રહ્યા છે. ખાસ કરીને યહૂદીઓ પર અત્યાચાર આચરવા માટે હિટલર આજે પણ કુખ્યાત છે.

Published On - 3:39 pm, Thu, 11 February 21

Next Article