પાકિસ્તાનમાં ભયંકર અકસ્માત, બાઇકચાલકને બચાવવા જતા બે બસ વચ્ચે જોરદાર ટક્કર, 10 ના મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન ઉસ્માન બુઝદારે અકસ્માતમાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને ઘાયલોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો હતો.

પાકિસ્તાનમાં ભયંકર અકસ્માત, બાઇકચાલકને બચાવવા જતા બે બસ વચ્ચે જોરદાર ટક્કર, 10 ના મોત
A horrific road accident in Pakistan (File Photo)
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:32 PM

પાકિસ્તાનમાં (Pakistan) એક ખૂબ જ ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. પાડોશી દેશના પંજાબ પ્રાંતમાં બે પેસેન્જર બસોની (Bus Accident in Pakistan) સામસામે અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 40 અન્ય ઘાયલ થયા. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. પંજાબ ઈમરજન્સી સર્વિસ રેસ્ક્યુ 1122 અનુસાર, એક બસ લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર હાસિલપુર જઈ રહી હતી, જ્યારે બીજી બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. ત્યારે બંને બસની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત સોમવારે મોડી રાત્રે થયો હતો.

રાહત અને બચાવ ટીમે જણાવ્યું હતું કે, “બસ્તી ભૂરી શાહ ખાતે, એક બસના ડ્રાઇવરે મોટરસાઇકલ સવારને બચાવતા વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બીજી બાજુથી આવતી બીજી બસને ટક્કર મારી હતી.” કહેવામાં આવ્યું છે કે બચાવ અધિકારીઓએ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે સ્થાનિક લોકોની મદદ લીધી હતી. છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના હોસ્પિટલમાં મોત થયા હતા. મોટરસાયકલ ચાલકનું પણ મોત થયું હતું. પંજાબના મુખ્ય પ્રધાન ઉસ્માન બુઝદારે અકસ્માતમાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને સંબંધિત અધિકારીઓને ઘાયલોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પ્રદાન કરવા નિર્દેશ આપ્યો.

આ પહેલા જુલાઈમાં પણ પંજાબ પ્રાંતમાં આવો જ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં હાઈવે પર એક પેસેન્જર બસ એક ટ્રક સાથે અથડાતા ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા. જેમાંથી 18 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી ત્યારે ડેરા ગાઝી ખાન જિલ્લાના તૌંસા બાયપાસ પાસે સિંધુ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર મોટાભાગના લોકો કામદારો હતા જેઓ ઈદ-ઉલ-અદહાની ઉજવણી કરવા પોતાના વતન જઈ રહ્યા હતા.

ગયા મહિને એક મીડિયા અહેવાલમાં, કહેવામાં આવ્યું હતું કે પંજાબ પ્રાંતમાં 24 કલાકના ગાળામાં એક હજારથી વધુ માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 11 લોકોના મોત થયા હતા. આ અકસ્માતોમાં એક હજારથી વધુ લોકો ઘાયલ પણ થયા છે. પાકિસ્તાનમાં અવારનવાર રોડ અકસ્માતો થાય છે. તેની પાછળનું કારણ જૂના વાહનો અને ચાલકો રોડ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા. આ ઉપરાંત ખરાબ રસ્તા અકસ્માતોને પણ આમંત્રણ આપે છે.

આ પણ વાંચો –

દુબઈમાં બની રહી છે 156 રૂમની વિશાળકાય Floating Hotel, હેલીપેડની સુવિધાથી પણ સજ્જ

આ પણ વાંચો –

Landslide in China: હોસ્પિટલ બનાવી રહેલા કામદારો ભૂસ્ખલનમાં ફસાયા, 14ના મોત, ત્રણ ઘાયલ