UAE ફરવા ગયેલા ગુજરાતના એક પરિવારને નડ્યો ભીષણ કાર અકસ્માત, વડોદરાના દંપતિનું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત

UAEમાંથી ગુજરાત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ત્યાં થયેલા એક અકસ્માતમાં વડોદરાના એક દમ્પતિનું મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ શારજાહમાં ગત 12 ફેબ્રુઆરીની રાત્રે 10.40 વાગ્યે પૂરઝડપે જતી કારના થયેલા અકસ્માતમાં વડોદરાના નિવાસી વિનોદ કે પટેલ (46 વર્ષ) અને તેમના પત્ની રોહિણી વી પટેલ (41 વર્ષ)નું મોત થઈ ગયું, જ્યારે અન્યે બે દમ્પતિઓ […]

UAE ફરવા ગયેલા ગુજરાતના એક પરિવારને નડ્યો ભીષણ કાર અકસ્માત, વડોદરાના દંપતિનું મોત, 6 લોકો ઈજાગ્રસ્ત
| Updated on: Feb 14, 2019 | 3:58 AM

UAEમાંથી ગુજરાત માટે એક માઠા સમાચાર આવ્યા છે. ત્યાં થયેલા એક અકસ્માતમાં વડોદરાના એક દમ્પતિનું મોત થઈ ગયું.

મળતી માહિતી મુજબ શારજાહમાં ગત 12 ફેબ્રુઆરીની રાત્રે 10.40 વાગ્યે પૂરઝડપે જતી કારના થયેલા અકસ્માતમાં વડોદરાના નિવાસી વિનોદ કે પટેલ (46 વર્ષ) અને તેમના પત્ની રોહિણી વી પટેલ (41 વર્ષ)નું મોત થઈ ગયું, જ્યારે અન્યે બે દમ્પતિઓ અને બે બાળકો એટલે કે કુલ 6 વ્યક્તિઓને ઈજા પહોંચી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વડોદરાના રહેવાસી વિનોદ અને રોહિણીના પરિજનો અમેરિકામાં રહે છે. લગભગ 10 વર્ષ બાદ તમામ પરિજનો વડોદરામાં બાળકો સાથે એકઠા થયા હતાં. ત્યાર બાદ પરિજનોએ 8થી 13 ફેબ્રુઆરી સુધી યૂએઈ ટૂરનું આયોજન કરવામાં આવ્યું. આ ટૂરમાં વિનોદ, રોહિણી અને અમેરિકાથી આવેલા બે દંપતિઓ તથા બે બાળકો પણ સામેલ થયાં.

ગત 12 ફેબ્રુઆરીએ આ તમામ લોકો ડેઝર્ટ સફારીએ ગયા હતાં. ત્યાંથી પરત ફરી તેઓ શારજાહ હોટલેલે જવા માટે નિકળ્યા, ત્યારે અલ મદામથી શારજાહ જવાના માર્ગ પર નાઝવી વિસ્તારમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને જેના કારણે કારે અનેક પલટીઓ ખાધી.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિનોદ પટેલ, રોહિણી પટેલને અલઘઈદ હૉસ્પિટલે લઈ જવાયા કે જ્યાં બેનેને મૃત જાહેર કરી દેવાયાં.

[yop_poll id=1395]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Published On - 3:57 am, Thu, 14 February 19

Follow Us