દુનિયાના ઘણા મોટા દેશોમાં ભીખ માંગનારા 90 ટકા લોકો પાકિસ્તાનના છે. પાકિસ્તાનની વિદેશ બાબતોની સંસદીય સમિતિએ પોતાના રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરી છે. સમિતિએ સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ અન્ય દેશોમાં જઈ રહ્યા છે અને આ માનવ તસ્કરીને કારણે પણ હોઈ શકે છે.
વિદેશ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે સંસદીય સમિતિની બેઠક દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે આની પાછળ એક આખું રેકેટ કામ કરી રહ્યું છે અને આમાંથી મોટી સંખ્યામાં લોકોને સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક લઈ જવામાં આવે છે. આટલું જ નહીં, મક્કા અને મદીના જેવા પવિત્ર સ્થળોએ પકડાયેલા ખિસ્સાકાતરુઓ પણ પાકિસ્તાની મૂળના હોવાનું બહાર આવ્યું છે.
જો કે આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે હવે જાપાન ભિખારીઓ અને પાકિસ્તાનના ખિસ્સાકાતરુઓનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. હવે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ ત્યાં જઈ રહ્યા છે. એટલું જ નહીં સંસદીય સમિતિની બેઠકમાં પણ સાઉદી અરેબિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સાઉદી અરેબિયાએ પાકિસ્તાની અધિકારીઓને લોકોને હજ ક્વોટા માટે મંજૂરી આપવામાં સાવચેત રહેવા કહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે હજ ક્વોટાના નામે મોટી સંખ્યામાં ભિખારીઓ સાઉદી અરેબિયામાં આવી રહ્યા છે. સાઉદી અરેબિયાનું કહેવું છે કે ભીખ માંગવા બદલ ધરપકડ કરાયેલા 90 ટકા લોકો પાકિસ્તાનના છે.
આ પણ વાંચો : સેન્સર બોર્ડના ભ્રષ્ટાચાર પર કેન્દ્રની મોટી કાર્યવાહી, અભિનેતા વિશાલના આરોપ બાદ તપાસના આપ્યા આદેશ
આ તમામ લોકો હજ ક્વોટા પર સાઉદી અરેબિયા પહોંચ્યે છે અને ત્યાં તીર્થયાત્રાના બહાને ભીખ માંગે છે. એટલું જ નહીં, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને શરમાવે તેવી વધુ એક વાત કહી છે. સાઉદી અરબ સરકારે પાકિસ્તાનને કહ્યું કે અમારી જેલો પાકિસ્તાની મૂળના કેદીઓથી ભરેલી છે.
આ સિવાય મક્કાની પવિત્ર મસ્જિદ-અલ-હરમ નજીકથી પકડાયેલા ખિસ્સાકાતરુઓ તમામ પાકિસ્તાનના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ લોકો ઉમરાહના નામે સાઉદી અરેબિયા જતા હતા અને પછી ભીખ માંગવા અને પિકપોકેટીંગ જેવા કામમાં લાગી જતા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:15 pm, Fri, 29 September 23