રિયલ લાઈફમાં ‘મોગલી’! માતાએ બાળપણ બગાડ્યુંતો તેને 6 કૂતરાઓએ ઉછેર્યો, હવે તે તેમની ભાષામાં વાત કરે છે

8 વર્ષનો આ બાળક કૂતરાઓના ટોળા સાથે મળ્યો છે. આ બાળક કૂતરાની જેમ ભસતો નથી અને તેમની ભાષા સમજે છે. હાલમાં, આ બાળકને બચાવી લેવામાં આવ્યો છે અને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો છે.

રિયલ લાઈફમાં મોગલી! માતાએ બાળપણ બગાડ્યુંતો તેને 6 કૂતરાઓએ ઉછેર્યો, હવે તે તેમની ભાષામાં વાત કરે છે
| Updated on: Jul 08, 2025 | 5:13 PM

1990માં ટીવી પર એક સીરિયલ ખુબ હિટ થઈ હતી. જેનું નામ હતુ ધ જંગલ બુક (મોગલી), દૂરદર્શન પર આવનારી આ સીરિયલને લઈ બાળકોમાં ગજબનું જનુન હતુ. સીરિયલમાં એક સ્ટોરી હતી. જે એક એવા બાળકની હતી. જે તેમના પરિવારથી દુર જંગલમાં આવી ગયો હતો. જંગલમાં એક વરુના પરિવારે તેનો ઉછેર કર્યો હતો. જંગલમાં ‘બધીરા’, ‘બલ્લુ’ અને ‘કા’ જેવા પ્રાણીઓ તેના મિત્રો હતા, જ્યારે તેનો સૌથી મોટો દુશ્મન શેર ખાન હતો. ખેર, આ સ્ટોરી ટીવીની હતી, અમે જે સ્ટોરી કહેવા જઈ રહ્યા છીએ તે રિયલ છે,થાઇલેન્ડમાં એક બાળક મળી આવ્યું છે, જેને બીજો મોગલી કહેવામાં આવી રહ્યો છે.

કૂતરાઓની બધી જ વાતો સમજે

8 વર્ષનો આ બાળક કૂતરાઓના ટોળા સાથે રહે છે. તેની સાથે વાતો પણ કરે છે. તેમજ કૂતરાઓની બધી જ વાતો સમજે છે. આ બાળક એક એવા વિસ્તારમાં રહ્યો હતો. જ્યાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવતું હતુ. હાલમાં આ બાળકને આ વિસ્તારમાંથી બહાર લાવી એક ચિલ્ડ્રન હોમમાં શિફટ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલો થાયલેન્ડના ઉત્તરાદિત વિસ્તારમાં આવેલ લૈપ લાઈ જિલ્લાનો છે. અહી અચાનક એક દિવસ એક શાળાના પ્રિન્સિપાલની નજર આ બાળક પર પડી અને તેમણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તે બાળક કૂતરાની જેમ ભસવા લાગ્યો હતો. ત્યારબાદ તેમણે આ સમગ્ર મામલાની વાત એક ફાઉન્ડેશનને કરી હતી. જેનું નામ ફોર ચિલ્ડ્રન એન્ડ વીમન છે. આ એક એવી સંસ્થા છે. જે મહિલાઓ અને બાળકો માટે કામ કરે છે.

બાળકની માતા જવાબદાર

જ્યારે ફાઉન્ડેશનના પ્રમુખ પાવિના હોંગસાકુલ તેમની ટીમ અને પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે બાળક બરાબર એવું જ હતું જેવું શાળાના પ્રિન્સિપાલે તેમને કહ્યું હતું.8 વર્ષનો બાળક ભસતો હતો અને કૂતરાઓની જેમ વાતો કરતો હતો. ત્યારબાદ ટીમે બાળકને બચાવી લીધો અને તેને ઉત્તરાદિત ચિલ્ડ્રન હોમમાં ખસેડ્યો. તપાસમાં બહાર આવ્યું કે બાળકની આ સ્થિતિ માટે બાળકની માતા જવાબદાર છે.

બાળકની માતા ડ્રગ્સનો વ્યસની છે. બાળકને તેના શિક્ષણ માટે સરકાર તરફથી પૈસા મળ્યા હતા, પરંતુ માતાએ તેને પ્રવેશ અપાવ્યો ન હતો. તેણે તે પૈસાથી પોતાના માટે ડ્રગ્સ ખરીદ્યું. પીડિત બાળક તેની માતા, ભાઈ અને 6 કૂતરાઓ સાથે આ વિસ્તારમાં રહેતો હતો. બાળપણથી જ કૂતરાઓ સાથે રહેવાને કારણે, તે તેમની જેમ ભસવા લાગ્યો. પોલીસે ડ્રગ્સ લેવાના આરોપસર માતા અને ભાઈની ધરપકડ કરી છે.

 

આંતરરાષ્ટ્રીયના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો