
અવકાશમાંથી આવનાર આ ઉલ્કાને સૌથી જૂનો પથ્થર કહેવામાં આવી રહ્યો છે. ઇંગ્લેન્ડના ગ્લોસ્ટશાયરના એક ગામની પાસે આશરે 300 ગ્રામનો આ પત્થર મળી આવ્યો છે. પૂર્વ એંગ્લિયન એસ્ટ્રોફિઝિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (EAARO) ના એસ્ટ્રોકેમિસ્ટ્રીના પ્રોફેસર ડેરેક રોબસન દ્વારા તેની શોધ થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં, ઉલ્કાના ટુકડાઓની શોધમાં તેઓ ટીમ સાથે નીકયા હતા. EAARO

ડેરેક રોબસન અને તેમની ટીમ લેબમાં આ ઉલ્કા વિશે અભ્યાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આ ઉલ્કા પૃથ્વી પર 17.7 કરોડ કિલોમીટરના પ્રવાસ પછી આવી છે અને તેનું અસલ ઘર મંગળ અથવા ગુરુ હોઈ શકે છે. પરંતુ નિષ્ણાતોની રુચિ તેના પ્રવાસ કરતા તેની વય વિશે વધુ છે. એવું માનવામાં આવે છે કે આ ઉલ્કા આપણા સૌરમંડળની રચનાથી પણ પહેલાની છે. EAARO

વૈજ્ઞાનિકોને આશા છે કે આ પથ્થર પૃથ્વી પરના જીવનની ઉત્પત્તિના ઘણા રહસ્યો જાહેર કરી શકે છે. EAARO એ નિવેદનમાં કહ્યું છે કે તે થર્મલ મેટાફોરફિઝમથી પસાર નથી થયું અને લાંબા સમયથી તે અહીં જ છે. મંગળ અથવા અન્ય કોઈ ગ્રહની રચના પહેલાથી જ આ અહીં પડેલું છે. EAARO

અગાઉ, વૈજ્ઞાનિકોને પણ માર્ચમાં આવી જ જૂની ઉલ્કા મળી હતી. આ ઉલ્કાઓ ગયા વર્ષે સહારા રણમાં મળી હતી. આ પથ્થરનું નામ EC002 આપવામાં આવ્યું હતું. EAARO

ફ્રાન્સ અને જાપાનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પથ્થર એક સમયે પ્રવાહી લાવા હતો, પરંતુ પછીથી તે ઠંડો થઈને ઠોસ થઈ ગયો. લગભગ એક લાખ વર્ષોમાં, તે પ્રવાહીથી ઘન થઈ ગયો અને લગભગ 31 કિલોનો પત્થર બની ગયો. EAARO

સંશોધનકારોએ એવું પણ શોધી કાઢ્યું છે કે આવા તત્વો ધરાવતી ઉલ્કાઓ આજદિન સુધી મળી નથી કારણ કે તે કાં તો ખૂબ મોટા સ્વરૂપો ધરાવે છે અથવા તો તેઓ નાશ પામ્યા છે. EAARO

આ ઉલ્કામાં ઘણા પ્રકારના ખનિજો અને તત્વો હાજર હોય છે. આ ઉલ્કાના મોટાભાગના ભાગ ઓલિવીન અને ફાયલોસિલિકેટ્સ જેવા ખનીજથો બનેલા હોય છે. EAARO