અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડવાનો સિલસિલો યથાવત, એક મહિનાથી આ રુટની ફ્લાઈટો પડી રહી છે મોડી

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઓપરેટ થનારી ફલાઈટમાં હજી પણ અવ્યવસ્થા સર્જાઈ રહી છે જેના લીધે મુસાફરોને તકલીફ પડે છે. અમદાવાદથી ઓપરેટ થનારી 14 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ મોડી પડી છે. 4 ઈન્ટરનેશનલ ફલાઈટ પણ મોડી પડવાના કારણે વિદેશોમાં સફર કરાનારા મુસાફરોનું શિડ્યુલ ખોરવાઈ જાય છે. લોકોને ફ્લાઈટ મોડી પડવાના કારણે 40 મિનિટથી લઈને 3 કલાક સુધી એરપોર્ટ […]

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડવાનો સિલસિલો યથાવત, એક મહિનાથી આ રુટની ફ્લાઈટો પડી રહી છે મોડી
પ્રતિકાત્મક તસવીર
| Updated on: May 20, 2019 | 4:07 AM

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઓપરેટ થનારી ફલાઈટમાં હજી પણ અવ્યવસ્થા સર્જાઈ રહી છે જેના લીધે મુસાફરોને તકલીફ પડે છે. અમદાવાદથી ઓપરેટ થનારી 14 જેટલી ડોમેસ્ટિક ફ્લાઈટ મોડી પડી છે. 4 ઈન્ટરનેશનલ ફલાઈટ પણ મોડી પડવાના કારણે વિદેશોમાં સફર કરાનારા મુસાફરોનું શિડ્યુલ ખોરવાઈ જાય છે. લોકોને ફ્લાઈટ મોડી પડવાના કારણે 40 મિનિટથી લઈને 3 કલાક સુધી એરપોર્ટ પર જ બેસી રહેવું પડે છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

આ માત્ર એક જ દિવસની સમસ્યા નથી પણ અમદાવાદ એરપોર્ટ પર સતત એક મહિનાથી ફ્લાઈટ મોડી પડવાનો સિલસીલો યથાવત છે. જો ડોમેસ્ટિક ફલાઈટની વાત કરીએ તો તેમાં પુણે, દિલ્હી, હૈદરાબાદ જતી ફલાઈટો મોડી પડી છે અને ઈન્ટરનેશનલ ફલાઈટની વાત કરીએ તો તેમાં સિંગાપોર અને દુબઈ તરફ મુસાફરી કરનારા લોકોને કલાકો સુધી એરપોર્ટ પર જ વિતાવવા પડી રહ્યાં છે.

 

TV9 Gujarati

 

 

 

Follow Us