Afghanistan : હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકો વચ્ચેની અથડામણમાં 17ના મોત

|

Oct 25, 2021 | 7:25 AM

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર માણસોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકો માર્યા ગયા છે. ગોળી વાગવાથી તમામના મોત થયા હતા.

Afghanistan : હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકો વચ્ચેની અથડામણમાં 17ના મોત
Taliban - File Photo

Follow us on

તાલિબાનના (Taliban) કબ્જા પછી અફઘાનિસ્તાનમાં(Afghanistan) હુમલાઓનું પ્રમાણ વધ્યું છે.  અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાન અને સશસ્ત્ર લોકોના જૂથ વચ્ચેની અથડામણમાં 17 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, સોમવારે સ્થાનિક હોસ્પિટલપાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે, સાત બાળકો, ત્રણ મહિલાઓ અને સાત પુરૂષો સહિત 17 લોકોના મૃતદેહને હેરાત પ્રાંતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બધાના મોત ગોળી વાગવાથી થયા  હતા. 

અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર તાલિબાનોએ રવિવારે હેરાતમાં અપહરણમાં સામેલ સ્થાનિક ગુનેગારો સામે ખાસ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા ત્રણ ગુનેગારોના મોત નિપજ્યા હતા. તાલિબાન 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ પર કબ્જો કર્યા બાદ અફઘાનિસ્તાનમાં સત્તા પર આવ્યું હતું. જેના કારણે પાછલી સરકાર પડી અને મોટી સંખ્યામાં વિદેશી કામદારો અને અફઘાન સહયોગીઓ દેશ છોડવા લાગ્યા હતા.

ઓપરેશન દરમિયાન ત્રણ અપહરણકારોના મોત થયા હતા
રવિવારે થયેલી અથડામણ લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી. ગૃહ મંત્રાલયના પ્રવક્તા કારી સઈદ ખોસ્તીએ આરોપ લગાવ્યો હતો કે એક ઘરમાં છૂપાયેલા ત્રણ અપહરણકારો પોલીસ દ્વારા ઓપરેશન દરમિયાન માર્યા ગયા હતા. જો કે, પ્રાંતીય તાલિબાન પ્રવક્તાએ આ અંગે અલગ માહિતી આપી હતી. શરૂઆતમાં, કેટલાક સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે તાલિબાન દળોએ ભૂતપૂર્વ અલગ થયેલા જૂથ પર દરોડા પાડ્યા હતા. જે તાજેતરમાં ઇસ્લામિક સ્ટેટ (IS) માં જોડાયા હતા. 2015માં અફઘાનિસ્તાનમાં ISના ઉદભવથી બે ઉગ્રવાદી જૂથો એકબીજા સામે લડી રહ્યાં છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ  પણ વાંચો : મનીષ તિવારીએ કોંગ્રેસના નેતૃત્વ સામે ખુલ્લેઆમ વાત કરી, કહ્યું પંજાબ કોંગ્રેસમાં ‘આ પ્રકારની અરાજકતા ક્યારેય જોઈ નથી’

આ પણ વાંચો : Aryan Khan Drug Case: NCBનો નવો આરોપ, આર્યન અને તેના મિત્રોએ ડાર્કનેટ દ્વારા ડ્રગ્સ માટે કર્યું હતું પેમેન્ટ

Published On - 6:44 am, Mon, 25 October 21

Next Article