Janhan Account: જો તમારું પણ નથી જનધનખાતું તો જુના એકાઉન્ટમાં જ કરી લો ફેરફાર, મળશે ખાસ સુવિધા

|

May 11, 2021 | 9:47 AM

Jandhan Account : સામાન્ય રીતે તો આપણી પાસે ઘણા ખાતા હોય છે પરંતુ આમ છતાં પણ તમે જો જનધન ખાતું (Jandhan Account) ખોલાવવા માંગતા હોય તો તમારે નવું એકાઉન્ટ ખોલાવવાની જરૂરત નથી.

Janhan Account: જો તમારું પણ નથી જનધનખાતું તો જુના એકાઉન્ટમાં જ કરી લો ફેરફાર, મળશે ખાસ સુવિધા
Jandhan account

Follow us on

Jandhan Account : સામાન્ય રીતે તો આપણી પાસે ઘણા ખાતા હોય છે પરંતુ આમ છતાં પણ તમે જો જનધન ખાતું (Jandhan Account) ખોલાવવા માંગતા હોય તો તમારે નવું એકાઉન્ટ ખોલાવવાની જરૂરત નથી. તમે તમારા જુના ખાતામાં જ ફેરફાર કરીને જનધનખાતું કરી શકો છો.આ માટે તમારે તમારી બેન્કની બ્રાન્ચમાં જવાનું રહેશે. આ માટે તમારે એક ફોર્મ ભરવું પડશે અને રૂપે કાર્ડ માટે એપ્લિકેશન આપવી પડશે. આ કર્યા બાદ તમારે ફોર્મ બેંકમાં જમા કરાવવું પડશે. આ ફોર્મ દ્વારા તમે તમારા સામાન્ય બેન્ક ખાતાને જનધન ખાતામાં ફેરવી શકો છો.

ડિપોઝીટ પર વ્યાજ મળે છે. આ સિવાય એકાઉન્ટ સાથે ફ્રી મોબાઇલ બેન્કિંગની સુવિધા પણ આપવામાં આવે છે. જો તમારી પાસે જનધન ખાતું છે, તો તમે ઓવરડ્રાફટ દ્વારા તમારા ખાતામાંથી 10,000 રૂપિયા ઉપાડી શકો છો. પરંતુ આ સુવિધા કેટલાક મહિનાઓ સુધી જનધન ખાતાના યોગ્ય જાળવણી પછી જ  મળે છે.

આ સાથે 2 લાખ રૂપિયા સુધીના આકસ્મિક વીમા કવર મળે છે. રૂપિયા 30,000 સુધીનું લાઈફ કવર જે લાભકર્તાના મૃત્યુ પર પાત્રતાની શરતો પૂર્ણ કરવા પર ઉપલબ્ધ છે. જન ધન ખાતાના ખોલાવનારને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જેમાંથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે. જન ધન ખાતા દ્વારા વીમા, પેન્શન ઉપાડી શકે છે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

જનધન ખાતાના ફાયદા- મિનિમમ બેલેન્સ રાખવાની ચિંતા નહીં
PMJDY હેઠળ ખોલતા ખાતાઓમાં મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. જો કે, જો તમને ચેકબુકની સુવિધા જોઈએ છે. તો તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડશે.

જો તમારે તમારું જન ધન ખાતું ખોલવું હોય તો તમારે તમારી નજીકની બેંકમાં જવું પડશે. અહીં, તમારે જન ધન ખાતાનું ફોર્મ ભરવું પડશે. તમારે તેમાં તમારી બધી વિગતો ભરવાની રહેશે. અરજી કરનાર ગ્રાહકે પોતાનું નામ, મોબાઇલ નંબર, બેંક શાખા નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ વગેરે આપવાનું રહેશે.

PMJDYની વેબસાઇટ અનુસાર, તમે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ નંબર, ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા મતદાર ઓળખકાર્ડ, રાજ્ય સરકારના અધિકારીની સહી સાથે મનરેગા જોબ કોર્ડ જેવા દસ્તાવેજો દ્વારા જનધન ખાતું ખોલાવી શકો છો.

Next Article