શુગર ફ્રી વિશે તમે જે જાણો છો તે સંપૂર્ણ સત્ય નથી! ડાયાબિટીસના દર્દીઓએ આ અહેવાલ અવશ્ય વાંચવો

|

Oct 31, 2022 | 7:42 PM

શુગર ફ્રી વિશે તમે શું વિચારો છો? શું તમે એ જ રીતે વિચારો છો જે મોટાભાગના લોકો વિચારે છે? ઉદાહરણ તરીકે શુગર ફ્રી મીઠાઈઓ બ્લડ સુગર વધારતી નથી અથવા શુગર ફ્રી મીઠાઈઓ શૂન્ય કેલરી ધરાવે છે? તો વાંચો આ અહેવાલ

શુગર ફ્રી વિશે તમે જે જાણો છો તે સંપૂર્ણ સત્ય નથી! ડાયાબિટીસના દર્દીઓએ આ અહેવાલ અવશ્ય વાંચવો
Blood Sugar

Follow us on

તંદુરસ્ત જીવનશૈલી અને ફિટનેસ જાળવવા માટે તાજેતરના સમયમાં ઓછી કેલરીવાળા ખાદ્ય ઉત્પાદનોનું વલણ વધ્યું છે. ખોરાકને કાળજીપૂર્વક ખાવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે લોકો ફિટ રહેવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યા હોય. ઘણીવાર લોકો એ વાત પર ધ્યાન આપે છે કે શું ખાવાથી તેમનું વજન કેટલું વધી જશે. ઘણીવાર લોકો વજનને જાળવી રાખવા માટે ચિંતિત હોય છે અને જેના કારણે રોજીંદા જીવનમાં ખાંડનો વપરાશ ટાળે છે અને બદલામાં શુગર ફ્રીનો ઉપયોગ કરે છે.

બાય ધ વે, શુગર ફ્રી વિશે તમે શું વિચારો છો? શું તમે એ જ રીતે વિચારો છો જે મોટાભાગના લોકો વિચારે છે? ઉદાહરણ તરીકે શુગર ફ્રી મીઠાઈઓ બ્લડ સુગર વધારતી નથી અથવા શુગર ફ્રી મીઠાઈઓ શૂન્ય કેલરી ધરાવે છે? સામાન્ય રીતે સુગર ફ્રી વિશે ઘણી માન્યતાઓ છે. પ્રખ્યાત ડાયેટ એજ્યુકેટર અને ડાયાબેક્સીના સ્થાપક લોકેન્દ્ર તોમરે TV9 ડિજિટલને આ પ્રકારની વાયકાઓનું વાસ્તવિક સત્ય જણાવ્યું છે.

1). માન્યતા- બધા શુગર-ફ્રી ખોરાક એક સમાન છે

હકીકત- બધા શુગર-ફ્રી ખોરાક સમાન રીતે બનાવવામાં આવતા નથી. એસ્પાર્ટમ, સુક્રાલોઝ અથવા સ્ટીવિયા જેવા રસાયણો શુગર-ફ્રી જાતોમાં આવે છે. એસ્પાર્ટમ ઊંચા તાપમાને અસ્થિર હોવાથી, તેનો ઉપયોગ પકવવા અથવા ગરમ તૈયારીઓમાં થવો જોઈએ નહીં. ઠંડા પદાર્થ માટે તે સારી રીતે કામ કરે છે. સુકરાલોઝનો ઉપયોગ બેકિંગ, ગરમ ચા અને કોફી તેમજ ઠંડી વસ્તુઓ માટે થઈ શકે છે કારણ કે તે ઊંચા તાપમાને સ્થિર છે. સ્ટીવિયા ઊંચા તાપમાને ગરમ કરવું યોગ્ય નથી.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

2). માન્યતા- શુગર-ફ્રિ મીઠાઈઓમાં શૂન્ય કેલરી હોય છે

હકીકત- મીઠાઈઓ માવા, દૂધનો પાવડર, ચણાનો લોટ, દૂધની બનાવટો વગેરે જેવી ઘણી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. માત્ર વપરાતા સ્વીટનરમાં ઓછી કેલરી હોય છે, બાકીના ઘટકોમાં સમાન સંખ્યામાં કેલરી હોય છે, તેથી શુગર-ફ્રિ મીઠાઈઓમાં સામાન્ય કરતાં થોડી ઓછી કેલરી હોઈ શકે છે, પરંતુ તે શૂન્ય-કેલરી નથી. ખાદ્ય ઉત્પાદન ખરીદતા પહેલા હંમેશા ઘટકો માટેનું લેબલ તપાસો.

3). માન્યતા- શુગર ફ્રી મીઠાઈઓ બ્લડ સુગર વધારતી નથી

હકીકત- આ પણ ખોટું છે કારણ કે દરેક ખાદ્ય પદાર્થમાં ગ્લાયસેમિક લોડ હોય છે. ઉચ્ચ ગ્લાયકેમિક લોડ ધરાવતી આઈટમ બ્લડ શુગરને વધારશે, પછી ભલે તેને મધુર બનાવવા માટે શુગર ફ્રી સ્વીટનરનો ઉપયોગ કરવામાં આવે. તૈયારીમાં સ્વીટનર તેની કુલ સામગ્રીના 20-25%થી વધુ ન હોઈ શકે, તેથી બાકીની 75-80% સામગ્રી બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે.

4). માન્યતા- શુગર ફ્રી મીઠાઈઓ લીવર માટે સારી નથી

હકીકત- શુગર ફ્રી મીઠાઈઓ ઉચ્ચતાપમાને બનાવવામાં આવે છે, ગરમ થતા રાસાયણિક પ્રકિયા થાય છે. આમાં, સમાન જથ્થામાં સફેદ ખાંડ કરતાં મીઠાશ 300થી 500 ગણી વધારે છે.

5). માન્યતા- સ્ટીવિયા જેવા કુદરતી સ્વીટનર્સ સુકરાલોઝ જેવા કૃત્રિમ ગળપણ કરતાં વધુ સારા છે

હકીકત- બંને પ્રકારના સ્વીટનર્સ પુખ્ત વયના લોકો દ્વારા વાપરવા માટે સલામત છે, પરંતુ બાળકો માટે માત્ર સ્ટીવિયાની ભલામણ કરવામાં આવે છે. કંઈપણ ઉપયોગ પહેલા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ કારણ કે તે તમારા સ્વાસ્થ્યને નકારાત્મક અસર કરી શકે છે.

Next Article