Hair Care : આ રીતે ઘરે જ બનાવો નાળિયેર તેલનું શેમ્પૂ, જાણો તેના ફાયદા

Coconut oil shampoo : નારિયેળ તેલ વાળને વધુ સારું પોષણ આપી શકે છે. જાણો કેવી રીતે તમે ઘરે નાળિયેર તેલનો શેમ્પૂ બનાવી શકો છો. આના ફાયદા પણ જાણો...

Hair Care : આ રીતે ઘરે જ બનાવો નાળિયેર તેલનું શેમ્પૂ, જાણો તેના ફાયદા
Hair Care
| Edited By: | Updated on: Jul 24, 2022 | 1:09 PM

પ્રદૂષણ, કાળજીનો અભાવ વાળ નિર્જીવ અને શુષ્ક દેખાવા લાગે છે. અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે વાળને ઘણું નુકસાન થાય છે. નિષ્ણાતોના મતે માથાની ચામડીમાં ગંદકી અને તેલ જમા થાય છે. આ બંને વસ્તુઓ હવામાં રહેલા ભેજ સાથે મળીને વાળમાં ડેન્ડ્રફ (Dandruff) બનાવે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે. વાળ (Hair Care) ની ​​સંભાળ રાખવા માટે લોકો હવે ઘરગથ્થુ ઉપચારોનો વધુ સહારો લે છે. તેનું મુખ્ય કારણ બજાર આધારિત ઉત્પાદનોમાં રસાયણોની હાજરી છે.

શું તમે ક્યારેય નારિયેળ તેલ શેમ્પૂ વિશે સાંભળ્યું છે? જો તમે ઈચ્છો તો આવા શેમ્પૂ ઘરે બનાવી શકો છો. નાળિયેર તેલમાં આવા ઘણા પોષક તત્વો હોય છે, જે વાળને સારું પોષણ આપે છે. જાણો કેવી રીતે તમે ઘરે નાળિયેર તેલનો શેમ્પૂ બનાવી શકો છો. આ ઉપરાંત, તે તમારા માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તે જાણો.

ઘરે નાળિયેર તેલ શેમ્પૂ કેવી રીતે બનાવવું

આ શેમ્પૂ કેવી રીતે બનાવવું તે અંગ્રેજી વેબસાઇટ Stylecraze.com માં જણાવવામાં આવ્યું છે. આ મુજબ, નાળિયેર તેલ સિવાય, તમારે પાણી, એરંડા સાબુ, મીઠું, જોજોબા ઓઇલ અને આવશ્યક ઓઇલની જરૂર પડશે. માઇક્રોવેવમાં પાણીને અડધી મિનિટ માટે ગરમ કરો. પછી તેમાં એરંડાનો સાબુ ઉમેરો અને તેને બ્લેન્ડ કરો. આ પછી તેમાં મીઠું ઉમેરો અને છેલ્લે નારિયેળ તેલ અને બાદમાં એસેન્સીયલ ઓઇલના ડ્રોપ ઉમેરો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને બોટલમાં ભરી લો.

નાળિયેર તેલ શેમ્પૂના ફાયદા

પોષણ પૂરું પાડે છે : પહેલાના સમયથી નાળિયેર તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે અને આ જ કારણથી ઘણી જગ્યાએ તેમાંથી ખાદ્ય પદાર્થો પણ બનાવવામાં આવે છે. વાળને મજબૂત કરવા માટે અઠવાડિયામાં બે વાર નારિયેળ તેલના શેમ્પૂથી વાળ સાફ કરો.

ચમકદાર વાળ: આ હોમમેઇડ શેમ્પૂ પણ તમારા વાળની ​​ખોવાયેલી ચમક પાછી લાવી શકે છે. તેમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે વાળને રિપેર કરવાનું કામ કરે છે. જો વાળ ચમકદાર લાગે છે તો તમારા લુકમાં પણ વધારે સુંદરતા લાગશે.

ડેન્ડ્રફ : નાળિયેર તેલના ગુણો વાળ ખરતા પણ ઘટાડી શકે છે. વાસ્તવમાં, આ ઓઇલ સ્કેલ્પ ઉપરની ચામડીમાં હાજર ડેન્ડ્રફને દૂર કરવાનું કામ કરે છે. જો આ સમસ્યા દૂર થઈ જશે તો તમારા વાળ ખરતા પણ ઓછા થઈ શકે છે. ડેન્ડ્રફની સારવાર માટે નિયમિતપણે નાળિયેર તેલના શેમ્પૂનો ઉપયોગ કરો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)