
આજના સમયમાં લાઇફ સ્ટાઇલ, મોબાઇલ ફોન અને લેપટોપ કે કોમ્પ્યુટર પર સતત કામ કરવાના કારણે મોટાભાગના લોકોને આંખોના નંબર આવતા હોય છે અને લોકોને ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ પહેરવા પડે છે. આંખોના નંબરના કારણે લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.પણ શું તમે જાણો છો કે એક નવી ટેકનોલોજીની મદદથી તમે માત્ર 10 મિનિટમાં જ તમારા આંખોના નંબર હટાવી શકો છો.
આજના સમયમાં નાના નાના બાળકોને પણ નબળી દ્રષ્ટિની સમસ્યા રહેતી હોય છે. નાના બાળકોની આંખો પણ અકાળે નબળી બની રહી છે. જેના કારણે તેમણે ચશ્મા પહેરવા પડે છે. તેનાથી તેમના અભ્યાસ અને દિનચર્યા પર નોંધપાત્ર અસર પડી રહી છે.જો કે એક ટેકનોલોજીની મદદથી તમે માત્ર 10 મિનિટમાં તમારા ચશ્માના નંબર હટાવી શકો છો.
આ અત્યાધુનિક ચશ્મા દૂર કરતી ટેક્નોલોજી USAના જ્હોન્સન એન્ડ જ્હોન્સન વિઝને વિકસાવી છે. જેનો ઉપયોગ હવે ભારતની ઘણી હોસ્પિટલોમાં પણ ચશ્મા દૂર કરવા માટે થઈ રહ્યો છે. સિલ્ક ટેક્નોલોજી વડે -8.00 થી -3.00 સુધીના આંખોના નંબર ધરાવતી વ્યક્તિ પોતાની સારવાર કરાવી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આંખની બિમારીથી પીડાતા લોકો માટે આ ડિઝાઇન કરવામાં આવી છે. આ ટેક્નોલોજીની મદદથી લોકો સરળતાથી તેમના આંખોના નંબર અને ચશ્માથી મુક્તિ મેળવી શકે છે.
આઇ 7 હોસ્પિટલના MD ડો.રાહિલ ચૌધરીના જણાવ્યા અનુસાર, સિલ્ક એ ચશ્મા દૂર કરવા માટેની નવી ટેકનોલોજી છે અને આજના સમયમાં ખૂબ જ અનુકૂળ રીતે ચશ્મા દૂર કરવાની તકનીક છે. ખૂબ જ ઓછા ખર્ચના કારણે ભવિષ્યમાં તે ખૂબ જ લોકપ્રિય બનવા જઈ રહી છે. કોઇપણ દુખાવા વગર ફક્ત 10 મિનિટમાં તમારા ચશ્મા દૂર કરી શકો છો અને તેની રિકવરી પણ લાંબો સમય લેતી નથી.
આ સર્જરીનો ખર્ચ દરેક હોસ્પિટલમાં અલગ અલગ હોય છે. જો રે સામાન્ય રીતે આ સર્જરીનો ખર્ચ 1 લાખ 10 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 30 હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે.
Published On - 9:07 am, Thu, 14 December 23