“ભારતીય નારી, સબ પર ભારી”: સાડીમાં 37 વર્ષની મહિલાએ કરી એવી કસરત, જોઇને સૌ રહી ગયા દંગ

તમે પણ ખરેખર વર્કઆઉટ કરવા માંગતા હોવ તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયોમાં સાડીમાં સજ્જ એક મહિલા જોવા મળે છે. અને આ જ સાજ-શણગાર સાથે તે કસરત કરી રહી છે.

ભારતીય નારી, સબ પર ભારી: સાડીમાં 37 વર્ષની મહિલાએ કરી એવી કસરત, જોઇને સૌ રહી ગયા દંગ
વાયરલ વિડીયો
| Updated on: Jun 17, 2021 | 1:56 PM

કોરોનાના આ સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સતર્ક થયા છે. છેલ્લા દોઢ વર્ષથી લોકો અલગ અલગ પ્રકારના હેલ્ધી ખોરાક પર પણ ભાર આપી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ યોગા અને કસરત તરફ પણ લોકોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ આ સમયમાં વજન વધારી પણ દીધું છે અને સામે પોતાની જાતને એવું વચન પણ આપ્યું હશે કે નિયમિત કસરત કરીને ફીટ રહીશ.

પરંતુ શું આ વચનો પુરા થાય છે ખરા? કંઈ પણ કરવા માટે માણસને મોટીવેશનની જરૂર હોય છે. જી હા, અને આવા મોટીવેશન ક્યારેક ક્યારે એકદમ અતિ સામાન્ય વિડીયો કે સોશિયલ મીડિયાની પોસ્ટ પણ પૂરું પાડી દેતું હોય છે.

જો તમે પણ ખરેખર વર્કઆઉટ કરવા માંગતા હોવ તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયોમાં સાડીમાં સજ્જ એક મહિલા જોવા મળે છે. અને આ જ સાજ-શણગાર સાથે તે કસરત કરી રહી છે. જી હા સાડીમાં જ પુશ-અપ્સ લગાવી રહી છે અને વેટ લિફ્ટ પણ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ મહિલા એક ડોક્ટર છે. ડોક્ટર શર્વરીનો આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. ડોક્ટર શર્વરી ઇનામદાર પૂનામાં રહે છે. અને તેમના વિડીયો અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે. આ વખતે સાડીમાં કસરત કરવાનો અનોખો અંદાજ વાયરલ થઇ રહ્યો છે.

જુઓ વાયરલ વિડીયો:

 

 

આ વિડીયોમાં તેમણે સાડી પહેરી છે અને તે જીમમાં વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા. તેઓ છેલ્લાં પાંચ વર્ષથી સખત કસરતના ટાઈમટેબલનું પાલન કરે છે અને પુશ-અપ્સ, પુલ-અપ્સ અને વેટ લીફટીંગમાં પણ તેઓએ તાલીમ મેળવી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તે સાડીમાં પણ આ કસરતો સરળતાથી કરી શકે છે. તમને જણાવી દઈએ કે શર્વરીની ઉંમર 37 વર્ષ છે. અને આ ઉંમરે પણ તેઓ એકદમ ફીટ જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Alert: લોકડાઉનના સમયમાં ભારતના કરોડો લોકોની આંખો પર પડી આવી અસર, આંકડા છે ચોંકાવનારા

આ પણ વાંચો: લોકડાઉન વચ્ચે સ્મૃતિ ઈરાનીની તસ્વીર આવી સામે, બોડી ટ્રાન્સફોર્મેશન જોઇને ફેન્સ બોલ્યા “અસંભવ”