Corona Vaccine Side Effect: રસી લીધા પછી તાવ ન આવે તો શું સમજવું ? આડ અસર પર જાણો શું કહે છે એક્સપર્ટ ?

|

Jun 15, 2021 | 4:40 PM

Corona Vaccine Side Effect: અત્યાર સુધી શરીર માટે આ દવા અજાણી હતી. અચાનક શરીરમાં ઇન્જેક્ટ કરવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ પોતાના હિસાબથી પ્રતિક્રિયા આપે છે.

Corona Vaccine Side Effect: રસી લીધા પછી તાવ ન આવે તો શું સમજવું ? આડ અસર પર જાણો શું કહે છે એક્સપર્ટ ?
રસી લીધા પછી તાવ ન આવે તો શું સમજવું ?

Follow us on

Corona Vaccine Side Effect: કોરોનાની રસી (Corona Vaccine) લીધા બાદ ઘણા લોકોને તરહ તરાહની આડ અસરો જોવા મળી રહી છે. રસી લગાવેલા ખભા પર સોજો આવવો, ત્યાં દુખાવો થવો, હાથ ઊંચો કરવામાં તકલીફ આવવી, થાક, માથાનો દુખાવો, તાવ અને ઉલ્ટી જેવા લક્ષણો દર્શાવે છે કે તમારા શરીરમાં ઇમ્યૂન સિસ્ટમને સારી રીતે વેક્સિન અસર કરી રહી છે. અથવા તો રસીમાં રહેલી દવા સામે રોગપ્રતિકારક સિસ્ટમ (Immune system) પ્રતિક્રિયા આપે છે.

કહી શકાય કે અત્યાર સુધી શરીર માટે આ દવા અજાણી હતી. અચાનક શરીરમાં ઇન્જેક્ટ કરવાથી શરીરની ઇમ્યુન સિસ્ટમ પોતાના હિસાબથી પ્રતિક્રિયા આપે છે. જેને લઈને આપણને ઘણી પ્રકારની Side Effect જોવા મળે છે. પરંતુ આ સાઈડ ઇફેક્ટ હાનિકારક નહીં પરંતુ શરીર માટે સામાન્ય છે.

તો શું જેને રસી લીધી અને તાવ નથી આવ્યો તેની રસી બેઅસર ?
ના એવું નથી, સ્ટડી કહે છે કે એ જરૂરી નથી રસી લીધા બાદ તાવ આવવો કે કોઈ આડ અસર થવી ફરજિયાત છે, તો જ રસીની અસર થઈ છે એમ માનવું ખોટું છે. દરે વ્યક્તિના શરીરની તાસીર અલગ હોય છે. જેને રસી લીધા બાદ અગર જો કોઈ અસર નથી કરી તો તેમ સમજવું કે તેની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી જ મજબૂત છે, જે રસી સામે કોઈ પ્રતિક્રિયા આપતી નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

શું કહે છે એક્સપર્ટ ?

રાજકોટ જિલ્લાના જેતપુર ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. કુલદીપ સાપરિયા TV9 સાથે વાત કરતાં જણાવે છે કે,’ રસીકરણ લીધા બાદ , Inflammatory Cascade Activate થાય, જે Activate થવાના અલગ અલગ Pathways હોય છે. અલગ અલગ વ્યક્તિઓમાં આ અલગ અલગ હોય છે. જે પૈકી Interferon Pathways through જેમનામાં Inflammatory Cascade Activate થાય છે, તેમને તાવ આવે છે.

આ સિવાયના અન્ય pathways થી જેમનામાં Inflammatory Cascade Activate થાય છે. તેમનામાં સામાન્ય રીતે તાવ જોવા મળતો નથી. તાવ આવે કે ના આવે, પરંતુ બધામાં રસીકરણ બાદની રોગપ્રતિકારક અસરો ચોક્કસ જોવા મળે છે.

વેક્સિનની અસરકારકતા અંગે વાત કરતા હાલ જિલ્લા ક્ષય કેન્દ્ર રાજકોટમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જેતપુર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો એસ.જી. લક્કડ TV9 સાથે માહિતી શેર કરતાં કહે છે કે, ‘કોવિડ વેક્સિન લીધા પછી બે દિવસ સુધીમાં તાવ આવી શકે છે. જે વ્યક્તિની સેલ્ફ ઇમ્યુનિટી સાથે આધારિત છે. તાવ ન આવવો એ વેક્સિનની અસરકારકતામાં કોઈ ફેર પડતો નથી.

સમાજમાં કોરોના વેક્સિનને લઈને ઘણી બધી ખોટી માન્યતાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે જે તમામ બાબતોનું ખંડન કરતાં એક્સપર્ટસ, લોકોને રસી લેવાની સલાહ આપી રહ્યા છે. રસીકરણને લઈને હજુ સુધી કોઈ જ મોટા નકારાત્મક સમાચારો સામે આવ્યા નથી. જેનો મતલબ એ થાય છે કે વેક્સિન લેવાથી કઈજ નુકસાન થતું નથી. કોઈ પણ ડર રાખ્યા વગર કે ખોટી ભ્રામક વાતોમાં વિશ્વાસ કર્યા વગર કોરોનાની રસી લોકોએ મુકાવી લેવી જોઈએ.

Published On - 4:39 pm, Tue, 15 June 21

Next Article