ઘણા લોકોને આદત હોય છે કે સવારે ઉઠતાની સાથે જ ચા પીવા જોઈએ છે. ચાની ચુસકીથી તેમના દિવસની શરૂઆત તેઓ કરે છે. કદાચ તમે પણ એવું કરતા હશો. ભલે તે તમારી આદત બની ગઈ હોય, પણ આમ કરવું તમારા માટે હાનિકારક હોઈ શકે છે. ઉપરાંત, તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરી શકે છે. જો તમે પણ સવારે ઉઠતાની સાથે જ ચા પીઓ છો, તો તમારે થોડું સાવધાન રહેવું જોઈએ, કારણ કે ઘણા નિષ્ણાતો તેને ખરાબ આદત માને છે.
આવી સ્થિતિમાં, આજે આપણે જણાવીએ કે સવારે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે. જાણો કે તમારે કયા સમયે ચા પીવી જોઈએ અને ચા પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
મેટાબોલિક સિસ્ટમને નુકસાન
જો તમે સવારે ઉઠતાની સાથે જ ગરમ ચા પીવો છો, તો તે તમારી મેટાબોલિક સિસ્ટમ પર અસર કરે છે, કારણ કે ચામાં રહેલા અસંતુલિત એસિડિકને કારણે પેટ પર ઘણી અસર પડે છે. તે તમારી મેટાબોલિક સિસ્ટમને અસર કરે છે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
શરીરને ડિહાઇડ્રેટ કરે છે
ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે ચા આપણા શરીરમાં પાણીની માત્રા ઘટાડે છે. જ્યારે તમે રાત્રે સૂવો છો અને સવાર સુધી 8-9 કલાક સૂવો છો, ત્યારે તમે એ સમયે પાણી પિતા નથી અને શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે. આ પછી, જ્યારે તમે પાણી પીયા વગર ચા પીઓ છો, ત્યારે તે શરીરને વધુ ડિહાઈડ્રેટ કરે છે, તેથી તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારું શરીર ડિહાઈડ્રેટેડ ન થઇ આય.
પેટના રોગનો ભય
ઉપરાંત જે લોકો ખાલી પેટ ચા પીવે છે તેઓ અલ્સર અને હાઇપરસીડીટીનો શિકાર બને છે કારણ કે ખાલી પેટ પર ગરમ ચા પીવાથી પેટની અંદરની સપાટી પર ઇજા થવાનું જોખમ વધે છે. આ સિવાય એસિડિટી અને કબજિયાતની સમસ્યા, પેટમાં ગેસ રહે છે. જો શક્ય હોય તો, દૂધની ચા ઉપરાંત, તમારે ગ્રીન ટી વગેરેનું સેવન કરવું જોઈએ.
હાડકાના રોગનો ભય
આ સિવાય ખાલી પેટ ચા પીવાથી સ્કેલેટલ ફ્લોરોસિસ નામની બીમારી પણ થઈ શકે છે. આ રોગ હાડકાંને અંદરથી ખોખલા બનાવે છે. આ રોગમાં શરીરમાં આર્થરાઈટીસ જેવો દુઃખાવો થાય છે.
આ પણ વાંચો: Health Tips: વિવિધ વાનગીઓમાં સ્વાદ માટે વપરાતા લીલા વટાણા નથી સામાન્ય, જાણો તેના અમુલ્ય સ્વાસ્થ્ય લાભ
આ પણ વાંચો: ખુબ જ જરૂરી: ચિકનગુનિયા-ડેન્ગ્યુનો વધી ગયો છે આતંક, જરૂર વાંચો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
Published On - 8:22 am, Fri, 27 August 21