
ઓઇલી સ્કિન- ઓઇલી સ્કિન વાળા લોકોને ઘણીવાર ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા રહે છે. આ લોકોએ ફોમ આધારિત ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ. તૈલી ત્વચાવાળા લોકોએ પણ સમયાંતરે ચહેરાને એક્સફોલિયેટ કરતા રહેવું જોઈએ. આ માટે તમારે સેલિસિલિક એસિડ, ગ્લાયકોલિક એસિડ અને લેક્ટિક એસિડ ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. આ બધા સિવાય તમે એલોવેરા જેલ, ટી ટ્રી ઓઈલ અને ગ્રેપ સીડ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો. આ ઘટકો તમારી ત્વચામાંથી વધારાના તેલને સંતુલિત કરવામાં મદદ કરશે. જો તમારા ચહેરા પર વધુ ખીલ છે તો માત્ર હુફાળા પાણીથી ચહેરો ધોવો યોગ્ય ગણાશે.ઓઇલી સ્કિનના લોકોએ હંમેશા ચકાસવું કે ચહેરો ઓઇલી લાગવા લાગે તો સાદા પાણીથી ઘોઇ લેવો.

કોમ્બિનેશન સ્કિન- જો તમારી પાસે કોમ્બિનેશન સ્કિન છે, તો તમારે એવા ફેસ વૉશનો ઉપયોગ કરવો જોઈએ કે જે તમારી ત્વચાને ન તો ખૂબ શુષ્ક બનાવે અને ન તો ખૂબ ઓઇલી બનાવે.કોમ્બિનેશન સ્કિન ધરાવતા લોકોના ચહેરાનો ટી ઝોન વિસ્તાર ઘણીવાર ઓઇલી દેખાય છે. જ્યારે બાકીની સ્કિન ડ્રાય રહે છે. આવી સ્કિન ધરાવતા લોકો એ માઇલ્ડ ફેસવોસનો ઉપયોગ કરવો, અને પછી તરત કોઇ મોચ્યુરાઇઝર લગાવવું.(All photo credit -freepik)