
જે લોકોને કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા છે, તેમણે બદામ ન ખાવી જોઈએ. જે લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પિડાઈ રહ્યા હોય, તેમને એવો ખોરાક ખાવાની મનાઈ હોય છે કે જેમાં ઓક્સલેટ હોય. બદામમાં પણ ઓક્સલેટ હોય છે. તેવામાં બદામ તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

જે લોકોને પાચન સંબંધી સમસ્યાઓ છે, તેમણે બદામથી દૂર રહેવું જોઈએ. બદામમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સાથે જ તે ગરમ પ્રક્રૃતિની હોય છે. જેને કારણે ગેસ, એસિડિટી, અપચો અને પેટમાં બળતરા જેવી સમસ્યા થઈ શકે છે.

જો તમારુ વજન વધુ છે અને તમે વજન ઘટાવવા માંગો છો તો તમારે બદામ ન ખાવી જોઈએ. બદામમાં કેલેરી વધારે હોય છે, જે વજન વધારે છે.